દ્વારકા: મુખ્ય મંત્રી- પ્રધાનગૃહ કરશે ‘ઓપરેશન સફા ચટ’નું નિરીક્ષણ

0
574

દેવભૂમિ દ્વારકા પોલીસ અને વહીવટી પ્રશાસન દ્વારા ઓપરેશન હાથ ધરી બેટ દ્વારકા હર્ષદ ગાંધવી નાવદરા અને ભોગાત દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો હટાવી દેવામાં આવ્યા છે આ હટાવી દેવાયેલા દબાણ નું નિરીક્ષણ કરવા ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી આજે બેટ દ્વારકા અને હર્ષદ ની મુલાકાત લેશે. ઓપરેશન ક્લીનર અંતર્ગત ક્યાં કેટલું બાંધકામ હટાવવામાં આવ્યું છે તેની પર સવિસ્તાર નજર કરીએ.

યાત્રાધામ બેટ દ્વારકામાં ઓપરેશન ક્લીન અપ અંતર્ગત ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી 21 સુધી ચાલી હતી અને આ કાર્યવાહી હેઠળ 65 થી વધુ ધાર્મિક સ્થળો સહિત 200 થી વધારે કોમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તારની જગ્યાઓના દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
બેટ દ્વારકાના બાલાપર વિસ્તાર , રણ વિસ્તાર, સિગ્નેચર બ્રિજ વિસ્તારમાં ખડકાયેલ દબાણ દૂર કરતા પૂર્વે રેવન્યુ વિભાગ દ્વારા લગત આસામીઓની નોટિસ આપવામાં આવી હતી. 22 દિવસ સુધી ચાલેલ કામગીરી દરમિયાન અંદાજે 3 લાખ ફૂટ થી વધુ 10 કરોડ થી વધુ કિંમતની સરકારી તેમજ ગોચર ની જગ્યા પર નું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ક્લીનઅપ અંતર્ગત ડ્રગ્સના કારોબાર સાથે શંકાયેલ મોટા માથાઓના બંગલાઓ તથા વંડા પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.


બેટ દ્વારકાની દબાણ હટાવ કાર્યવાહી દેશભરમાં ત્યારે સામે આવી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ચૂપચાપ સફા ચટ’ તરીકે આ દબાણ કાર્યવાહીને ઓળખાવી હતી. ઓપરેશન ક્લીનઅપ અંતર્ગત આ કાર્યવાહી બાદ દેવભૂમિ દ્વારકા મહેસુલ વિભાગ દ્વારા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ગાંધવી તેમજ દરિયાકાંઠાના નાવદરા અને ભોગાત વિસ્તારોમાં પણ લગતા આસામીઓને ગેરકાયદેસરનો બાંધકામ હટાવી દેવાની નોટિસ આપી હતી.
આ નોટિસનો સમયગાળો વીતી ગયા બાદ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા પોલીસ અને વહીવટી પ્રશાસન દ્વારા મોટા પોલીસ કાફલા સાથે પ્રથમ હર્ષદ ગાંધવી ખાતે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હર્ષદમાં દબાણ દૂર કરાયા બાદ નાવદરા અને ભોગાતમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધી ખાતે પ્રશાસન દ્વારા તારીખ 11 મીના રોજ દબાણ હટાવો કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હર્ષદ ખાતે તારીખ 11 થી શરૂ કરવામાં આવેલ દબાણ ઝુંબેશ 14 તારીખ સુધી ચાલી હતી આ કાર્યવાહી દરમિયાન 215 રહેણાંક બાંધકામો જેમાં એક ચાર વીઘા ઉપરાંતની ખેતીવાડીનો પણ સમાવેશ થાય છે આ 993355 ચોરસ ફુટ થવા જાય છે આ 215 દબાણો હટાવતા 42703424 રૂપિયા કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે . આ ઉપરાંત ગાંધવી ખાતેથી 55 જેટલા કોમર્શિયલ બાંધકામો અને પાંચ અન્ય બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જેની અનુક્રમે 10586 ફૂટ અને 154 ફૂટ જેટલી જમીન પરના બાંધકામો હટાવવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસરના બાંધકામોની કુલ કિંમત 60 લાખ થવા જાય છે. હર્ષદ ગાંધી ખાતે કુલ 275 દબાણો દૂર કરી 1109341 ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી જેની બજાર કિંમત 48 લાખ ઉપરાંત થવા જાય છે. જ્યારે તારીખ 15/3/23 થી 16/3/23 દરમિયાન બે દિવસ સુધી નાબદરા ખાતે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં 113 બાંધકામો હટાવવામાં આવ્યા હતા અને 251975 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલી કરવામાં આવી હતી. આ જગ્યાની કિંમત 10000000 ઉપરાંત આપવામાં આવી છે.

આ દબાણોમાં 85 જેટલા રહેણાંક બાંધકામો 24 જેટલા કોમર્શિયલ બાંધકામો અને ચાર અન્ય બાંધકામોનો સમાવેશ થાય છે. જ્યારે તારીખ 17/3/23ના રોજ ભોગાત ખાતે ડેમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એક જ દિવસમાં 132 બાંધકામો હટાવવામાં આવ્યા હતા અને 66000 ઉપરાંત ચોરસ ફૂટની જગ્યા ખાલી કરવામાં આવી છે જેની અંદાજિત માર્કેટ કિંમત 26 લાખ ઉપરાંત થવા જાય છે.

આમ એક જ સપ્તાહમાં તંત્ર દ્વારા કુલ 520 બાંધકામો હટાવવામાં આવ્યા છે. જેની છ કરોડ ઉપરાંતની બજાર કિંમત થવા જાય છે. જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 14 લાખ ઉપરાંત ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે.
તાજેતરમાં તંત્ર દ્વારા દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ઉભા કરનાર 700 આસામીઓને નોટિસ આપવામાં આવી છે જે બાંધકામ હવે પછી હટાવવામાં આવશે.

NO COMMENTS