જામનગર : જામનગરના ખ્યાતનામ ગાયનેક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપીંડી થવા પામી છે. ઈનોવા કાર બુક કરી દેવાના નામે ઠગબાજે મોબાઈલ એપ દ્વારા તબીબના બેંક એકાઉન્ટમાંથી એક લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે.
જામનગરમાં સુમેર ક્લબ રોડ પર આવેલ વિક્લપ નર્સીગ હોમમાં રહેતા મહિલા તબીબ કલ્પનાબેન વીપીનભાઇ મોહનલાલ શાહને કોઈ અજાણ્યા સખ્સે પોતાના મોબાઈલ ફોન પર ફોન કરી ઈનોવા કાર સેલિંગ માટે સંદેશાવ્યહાર કર્યો હતો. વાતચીતના અંગે બુકિંગ માટે આ સખ્સે ઓનલાઇન પેમેન્ટ કરી દેવાની વાત કરી મહિલા તબીબને પોતાના મોબાઈલમાં બે મોબાઈલ એપ દ્વારા પેમેન્ટ કરી આપીશ એમ કહ્યું હતું. ત્યારબાદ મહિલા તબીબે ફોન મા “ટીમ વ્યુવર ક્વીક સર્વીસ” તથા “એની ડેસ્ક રીમોટ કન્ટ્રોલ” નામની બે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ બંને એપ ડાઉનલોડ થયા બાદ અજાણ્યા સખ્સે મહિલા તબીબને ફોનનુ કન્ટ્રોલ મેળવી તેના બેંક ખાતા માથી ત્રણ અલગ અલગ ટ્રાન્ઝકશન મારફતે કુલ રૂપીયા ૧૦૩૧૭૭ ઉપાડી લીધા હતા. ત્યારબાદ આ સખ્સે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. ગત તા. ૩૧મીનાં રોજ થયેલ આ છેતરપીંડી અંગે મહિલા તબીબે અજાણ્યા સખ્સ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પરથી એક શીખ લેવા જેવી છે કે જો ડોક્ટર જેવા શિક્ષિત નાગરિકો ઠગબાજોના જાસામાં આવી જતા હોય તો સામાન્ય નાગરિકો તો આસાનીથી આવી છેતરપીંડીનો ભોગ બની શકે છે. બની શકે ત્યા સુધી આવી છેતરપીંડીનો ભોગ બનતા નાગરિકોએ સચેત બનવું જ રહ્યું…