ચકચારી હેતુફેર: પ્રક્રિયા પેન્ડીગ છે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહી કરે જાડા

0
637

જામનગર નજીકના ઓદ્યોગિક જોન વિસ્તારમાં નજીક આવેલ અન્ય પ્રકારની જમીનને ગેર કાયદેસર રીતે ઓદ્યોગિક જોનમાં ફેરબદલ કરવા સબંધે તંત્રની ઘોર ટીકા થઇ હતી અને ભારે ભ્રસ્ટાચારના આરોપ પણ લગાવાયા હતા. આ પ્રકરણ પરની સાહી સુકાઈ નથી ત્યાં કનસુમરા ગામનું જમીન હેતુફેર પ્રકરણ બહાર આવતા સનસનાટી મચી ગઈ હતી. ખેતીની જમીનને ઓદ્યોગિક જોનમાં ફેરબદલ કરી તંત્રએ સતાનો દુર ઉપયોગ કર્યો હોવાની રાવ-પીટીશન વડી અદાલતમાં કરવામાં આવી હતી. જેને લઈને હાઈકોર્ટે જાડાના મુખ્ય અધિકારી સહિતના અન્ય સબંધિત અધિકારીઓ-પદાધિકારીઓને કોર્ટના અનાદરની નોટીસ પાઠવી હતી. કોર્ટમાં હાજર રહેલ જાડાના વકીલે ખાતરી આપી હતી કે કોર્ટમાં આ પ્રક્રિયા પેન્ડીગ છે ત્યાં સુધી આવી કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે, તો વડી અદાલતે અન્ય જવાબદારોને પણ આ કાર્યવાહી અંગે સ્પષ્ટતા માગી છે.

જામનગરના કનસુમરા ગામે જામનગર એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી (જાડા) દ્વારા કનસુમરા ગામની જુના રે.સ.નં. ૧૭૪, ૧૭૫, ૧૭૬, ૧૭૮ પૈકી, ૧૭૯ પૈકી, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૭પૈકી તથા ૧૮૮ પૈકીના સરવેનંબરો વાળી ખેતીની જમીનો એગ્રીકલ્ચર જોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ જોનમાં ટ્રાન્સફર અંગેની વિવાદાસ્પદ કાર્યવાહી સામે જાડાના સીઈઓ સહીત ડઝનબંધ સ૨કારી અધિકારીઓ તથા જવાબદાર પદાધિકારીઓ સામે કોર્ટ હુકમના અનાદર અંગે હાઈકોર્ટ દ્વારા નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. દરમિયાન આ તમામ જવાબદારોને હાજર રહેવા તા. ૧/૮/૨૦૨૩ની તારીખ આપવામાં આવી હતી.

પ્રથમ મુદતે હાઈકોર્ટમાં અરજદારના વકીલ દ્વારા જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશન તથા જામનગર વિસ્તાર વિકાસ સતામંડળની ઓથોરીટી દ્વારા કન્ટેમ નોટીસ ઈસ્યુ થયા બાદ પણ સબંધીત જમીનોમાં પેન્ડીંગ ડેવલોપમેન્ટ પ્લાન અને ડેવલોપમેન્ટ પરમીશન અંગે કાર્યવાહી થતી હોવાની દલીલ કરી હતી. જેની સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરી એ સ્પસ્ટ કરેલ છે કે ઓથોરીટી સામે કન્ટેમ પ્રક્રીયા પેન્ડીંગ છે ત્યાં સુધી ડેવલોપમેન્ટ પ્લાન અને ડેવલોપમેન્ટ પરમીશન અંગે ફરધર આગળની જે કોઈ કાર્યવાહી થશે અને કોર્ટને એમ લાગશે કે સબંધીત ઓથોરીટી દ્વારા કોર્ટના ડાયરેકશન અને કાયદાનો ભંગ થયેલ છે તો આવી કાર્યવાહી કરનાર સામે કાયદા મુજબ જરૂરી પગલા લેવામાં આવશે એમ તાકીદ કરી હતી. આ સુનાવણી દરમ્યાન જાડાના વકીલ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ સ્પસ્ટ કરેલ કે અમારા દ્વારા નામદાર કોર્ટ સમક્ષ પેન્ડીંગ પ્રક્રીયા દરમ્યાન સબંધીત જમીનો અંગે કોઈ કાર્યવાહી ન ક૨વા ઓથોરીટીને સ્પસ્ટ ઓપીનીયન આપી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here