સાવધાન : જામનગરના આસામી સાથે થયેલ છેતરપીંડી તમારી સાથે પણ થઇ શકે છે, આવી છે ઘટના

0
760

જામનગર : જામનગરમાં એક વૃદ્ધને વીમા પોલીસી કંપનીનાં નામે ફોન કરી, ઇનામમાં કાર લાગી હોવાની  લાલચ આપી, કાર છોડાવવા માટે રૂપિયાની માંગણી કરી સમયાંતરે રૂપિયા છ લાખ મેળવી લઇ ઠગ ટોળકીએ છેતરપીંડી આચરી છે. જેમાં બે મહિલા સહિતના દસ સખ્સોએ મોબાઈલથી સંપર્ક કરી સીસામાં ઉતાર્યા હોવાની વિગતો સામે આવી છે.

જામનગરના વધુ એક પ્રબુદ્ધ નાગરિક સાથે છેતરપીંડીનો બનાવ બન્યો છે. જેમાં દિગ્વિજય પ્લોટ ૫૮માં રહેતા કિરીટભાઈ રણછોડભાઈ માંડલિયા નામના વૃદ્ધને વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ના ગાળા દરમિયાન વીમા પોલીસી કંપનીના નામે ફોન કરી અમુક સખ્સોએ સંપર્ક કર્યો હતો. ‘પોલીસીના નામે તેમજ કંપનીના પોલીસી ધારક તરીકે લક્કી ડ્રોમાં તમારું નામ ખુલેલ છે અને કંપની દ્વારા ઓડી કાર તથા બી.એમ.ડબલ્યુ કાર તથા જેગુઆર આમ ત્રણ ગાડીઓ અલગ અલગ સમયે ડ્રોમાં લાગી છે’ આવી લોભામણી વાતો કરી અમદાવાદના આર કે પટેલ તરીકે ઓળખ આપનાર જૈમિન પ્રદીપકુમાર ડાયમેકર રહે.એચ.૪૦૨,શ્રી રામ રેસીડન્સી સ્વામીનારાયણ-૨ નારોલ અમદાવાદ તથા ચાર્મિબેન ડાયમેકર રહે.એચ.૪૦૨,શ્રી રામ રેસીડન્સી સ્વામીનારાયણ-૨ નારોલ અમદાવાદ, અશોકકુમાર શર્મા, માનસીબેન આર.પરીખ રહે.અમદાવાદ, રાજેશભાઈ એમ પરીખ, અજયકુમાર શર્મા, અખીલેશ કુમાર, રીન્કુ રાઠોડ, હર્ષિત સુરાણી અને જયનંદન એચ રાય નામના સખ્સોએ વૃદ્ધ પાસે વૈભવી આભા ઉભી કરી હતી.

દરમિયાન તમામ આરોપીઓએ કાર છોડાવવા માટે અમુક રૂપિયા ભરવા પડશે એમ કહી વૃદ્ધ પાસેથી સમયાન્તરે રૂપિયા ૪,૨૩,૧૦૦ આંગડીયા દ્વારા મંગાવી લીધા હતા. આ ઉપરાંત અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબર આપી રૂપિયા ૧,૭૪,૦૦૦ની રકમ ટ્રાન્સફર કરાવી કુલ રૂપિયા ૫,૯૭,૧૦૦ની રકમ પડાવી લીધી હતી. પોલીસીના નામે લોભામણી વાતો કરી પોલીસીના નામે રોકડા રૂપીયા લઇ જઇ આરોપીઓએ કારના ડ્રોનો આભા ઉભો કરી એકબીજા સાથે મેળાપીપણુ કરી વ્રધ્ધ સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી હતી. પોતે છેતરાયા છે એવો આખરે ભાસ થતા વૃદ્ધે ગઈ કાલે સીટી એ ડીવીજન પોલીસમાં આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here