પેટા ચૂંટણી : ખરાખરીનો જંગ, કોંગ્રેસની પાંચ ઉમેદવારની યાદી પણ જાહેર, કોણ કોની સામે? જાણો

0
762

જામનગર : આખરે આઠ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ કોરોના વચ્ચે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ મોટાભાગના ધારાસભ્યોને ભાજપે ટીકીટ આપી છે. જયારે કોંગ્રેસ પણ ટક્કર આપી શકે એવા નેતાઓને વિધાનસભાની પેટા રણ ભૂમિ પર ઉતરાયા છે. હાલ ભાજપાએ સાત અને કોંગ્રેસે પાંચ ઉમેદવાર જાહેર કર્યા છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરે રાજ્યની આઠ વિધાનસભા બેઠક પરનો મતદાન કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેમાં ૧૬ ઓક્ટોબર સુધી ઉમદેવારી પત્રો ભરી શકાશે, જયારે ૧૯ ઓક્ટોબરે ફોર્મ પરત ખેચવા અને ત્રીજી નવેમ્બરના રોજ મતદાન તથા ૧૦મી નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. આ કાર્યક્રમ જાહેર થતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપાએ પોતાના સાત  ઉમેદવાર જાહેર કરી દીધા છે. જયારે કોંગ્રેસ અત્યારે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં બીજેપીએ મોરબીમાં બ્રિજેશ મેરજાને તો કોંગ્રેસે જેન્તીલાલ પટેલને મેદાને ઉતાર્યા છે. ધારીમાં બીજેપીએ જેવી કાકડિયા પર મહોર મારી છે તો કોંગ્રેસે જેવી સુતરીયા પર મહોર મારી છે. કરજણ બેઠક પર ભાજપાએ અક્ષય પટેલને ઉતાર્યા છે તો કોંગ્રેસે કિરીટસિંહ જાડેજા પર પસંદગીનો કળશ ઢોળ્યો  છે. જયારે ડાંગમાં બીજેપીએ વિજય પટેલ તો સામે પક્ષે કોંગ્રેસે કોઈ ઉમેદવાર પસંદ કર્યો નથી. જયારે કપરાડા બેઠક ભાજપાએ જીતુ ચૌધરીને ટિકિટ આપી છે તો કોંગ્રેસે હજુ જાહેર કર્યા નથી.

આમ ભાજપાએ સાત અને કોંગ્રેસે પોતાના પાંચ ઉમેદવાર પસંદ કરી ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે.

NO COMMENTS