ખળભળાટ : કુખ્યાત જયેશ પટેલ અને ભાડુતી હત્યારાઓ સામે વધુ એક ફરિયાદ, શું છે ફરિયાદમાં ? જાણો

0
683

જામનગર : જામનગરના કુખ્યાત જમીન માફિયા અને જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વર્ષ પૂર્વે વકીલ કિરીટ જોશી હત્યા સમયે જમીન માફિયા પટેલ અને તેના ત્રણેય ભાડુતી મારાઓએ બોગસ પાસપોર્ટ કાઢવી લીધા હોવાનું સામે આવતા ચારેય સામે સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં વધુ એક ફરીયાદ નોંધાઈ છે. ત્રણેય સખ્સો સામે પોલીસ છેતરપીંડી અને કાવતરા સબબ ફરિયાદ નોંધી છે.

વકીલ જોશીની હત્યા પ્રકરણના આરોપીઓ

કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે વર્ષ ૨૦૧૮માં વકીલ કિરીટ જોશીની હત્યા નીપજાવી હતી. અમદાવાદના હાર્દિક ઠક્કર અને દિલીપ ઠક્કર તેમજ જયંત ગઢવી નામના ત્રણ રીઢા ગુનેગારોને ત્રણ કરોડ રૂપિયામાં હત્યાની સોપારી આપી જયેશે વકીલ જોશીની હત્યા કરાવી હતી. લાંબા સમય બાદ ત્રણેય આરોપીઓ તાજેતરમાં કોલકતાથી પકડાયા છે. જેને લઈને પોલીસે જામનગર લઇ આવી રિમાન્ડ પર લઇ પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે ત્રણેય હત્યારાઓ અને જયેશ પટેલ બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ પહોચ્યા હતા. જેને લઈને તપાસ કર્તા ડીવાયએસપી કૃણાલ દેસાઈએ જયેશ પટેલ અને તેના ત્રણેય ભાડુતી માણસો સામે વધુ એક ફરીયાદ નોંધાઈ છે.

કુખ્યાત જયેશ પટેલની ફાઈલ તસ્વીર

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જયેશ પટેલ લંડનથી પકડાયો છે જયારે અન્ય ત્રણ ભાડુતી હત્યારાઓ કોલકતાથી પકડાયા છે. અને હાલ રિમાન્ડ પર છે. જયારે જયેશને લઇ આવવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS