બજેટ: 2 લાખ 43હજાર 965 કરોડનું અંદાજપત્ર

0
531

રાજ્યના સર્વાંગી વિકાસની નેમ સાથે આજે નાણાં મંત્રીએ બજેટ રજૂ કર્યું છે. જેમાં કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય સહિતની માળખાગત સુવિધાઓ ઉપરાત સામાન્ય નાગરિકને સ્પર્શતું બજેટ હોવાના દાવા કરવામાં આવ્યા છે. અહીં રજુ છે આછેરી ઝલક

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. ૭૭૩૭ કરોડની જોગવાઇકૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્યરત છે. એવો દાવો કરી મંત્રીએ ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬ હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી હોવાની વાત કરી હતી.. આ યોજના અંતર્ગત, આજ સુધી ગુજરાતનાં આશરે ૬૧ લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં રૂ. ૧૦ હજાર કરોડ પ્રાપ્ત થયેલ છે.

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. ૮ હજાર ૩૦૦ કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

બજેટ ૨૦૨૨/૨૩

પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ.૨૩૧૦ કરોડ.
કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. ૨૬૦ કરોડ.
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. ૨૩૧ કરોડ.
સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. ૨૧૩ કરોડ.
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. ૧૪૨ કરોડ.
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. ૧૦૦ કરોડખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. ૮૧ કરોડ.
ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. ૫૪ કરોડ, ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. ૩૫ કરોડ.
ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. રૂ. ૩૨ કરોડ. વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.૨૦ કરોડ. ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ. ૧૭ કરોડ.કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. ૧૫ કરોડ.રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. ૧૦ કરોડ.

બાગાયત
બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડ.
કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ.
મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઇ રૂ. ૧૦ કરોડ. કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જોગવાઇ રૂ. ૭ કરોડ.
અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે જોગવાઇ રૂ. ૭ કરોડ.

કૃષિ યુનિવર્સિટીઓ
કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા જોગવાઇ રૂ. ૭૫૭ કરોડ.

બજેટ ઇન બોક્સ

ગૃહમાં 2 લાખ 43હજાર 965 કરોડનું અંદાજપત્ર થયું રજૂ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ફાળવાયા રૂ.7737 કરોડ, બાગાયત માટે રૂ.369 કરોડ ફાળવાયા, જળ સંપતિ માટે રૂ. 5339 કરોડ, નર્મદા યોજના માટે રૂ.6090 કરોડ, પાણી પુરવઠા માટે રૂ. 5451 કરોડ, આરોગ્ય પરિવાર કલ્યાણ માટે રૂ 12240 કરોડ, મહિલા બાળ વિકાસ માટે રૂ.4976 કરોડ, અન્ન, નાગરિક પુરવઠા માટે રૂ. 1526 કરોડ, શિક્ષણ માટે રૂ.34,884 કરોડ, સામાજિક ન્યાય અધિકારીતા માટે રૂ. 4782 કરોડઆદિજાતિ વિકાસ માટે રૂ.2909 કરોડ

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ માટે રૂ.9048 કરોડ

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે રૂ.14297 કરોડ

ઉદ્યોગ અને ખાણ માટે રૂ.7030 કરોડ, પ્રવાસન યાત્રધામ માટે રૂ. 465 કરોડ, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે રૂ.670 કરોડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે રૂ.1837 કરોડ, માર્ગ મકાન માટે રૂ. 12024 કરોડ બંદરો અને વાહનવ્યવહાર માટે રૂ.1504 કરોડઉર્જા પેટ્રોકેમિકલ્સ માટે રૂ. 15568 કરોડ

કલાઈમેટ ચેન્જ માટે રૂ.931 કરોડવન પર્યાવરણ માટે રૂ.1822 કરોડ, મહેસૂલ માટે રૂ.4394 કરોડ, ગૃહ વિભાગ માટે રૂ. 8325 કરોડ, કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ માટે રૂ. 517 કરોડ, માહિતી પ્રસારણ માટે રૂ.199 કરોડ. સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ.2146 કરોડ, આરોગ્ય ક્ષેત્રે નવી રોજગારી ની જાહેરાત કરી છે. આ ઉપરાંત CHC અને PHC કેન્દ્રો પર ઉભા કરાશે અને 1238 નવી જગ્યા કરાશે જે માટે 16 કરોડ ફાળવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here