જામનગર: હિન્દૂ ધર્મમાં દિવાળીનો તહેવાર 5 દિવસનો ઉજવવામાં આવે છે. જેની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈ બીજ પર એનું સમાપન થાય છે. ભાઈ બીજ પર ભાઈ પોતાની વિવાહિત બહેનોને ઘરે તિલક કરાવવા આવે છે. આ દરમિયાન બહેન ભાઈને તિલક લગાવી નાળિયેર આપે છે અને એને ભોજન કરાવે છે. ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર ભાઈ બીજ આજે મનાવવામાં આવી રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાઈ બીજના દિવસે જો કોઈ ભાઈ પોતાની બહેનને રાશિ પ્રમાણે ભેટ આપે તો ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા અનેકગણી વધી જાય છે. ચાલો જાણીએ કઈ રાશિના વ્યક્તિને કઈ ભેટ આપવી યોગ્ય રહેશે. આ પર્વ પર ભાઈ પોતાની બહેનની રક્ષાનું વચન આપે છે અને કંઈક દક્ષિણા આપે છે. દેશના ખ્યાતનામ જ્યોતિષી પંડિતોના મત મુજબ બહેનોને રાશી પ્રમાણે ભેટ આપી શકાય છે.
ભાઈ બીજ પર બહેનોને આપો આ ભેટ
મેષ: જે લોકોની રાશિ મેષ છે તેમને ઊનના કપડાં અથવા લાલ રંગની સાડી ભેટમાં આપી શકાય છે.
વૃષભ: જે લોકોની રાશિ વૃષભ છે તેમને ચાંદીની વસ્તુઓ અથવા ચાંદીના ઘરેણાં ભેટમાં આપી શકાય છે.
મિથુન: મિથુન રાશિવાળી બહેનને આ ભાઈ બીજ ભાઈ લહેરિયા સાડી આપી શકાય.કર્ક: જેમની રાશિ કર્ક છે તેઓ પંચધાતુની વસ્તુ સાથે કપડાં ભેટમાં આપી શકે છે.
સિંહ: જેમની રાશિ સિંહ રાશિ છે તેમને તાંબાનું પાન અથવા લાલ રંગનું બ્રેસલેટ ભેટમાં આપો.
કન્યા: જે લોકોની રાશિ કન્યા છે તેમને કલગી અને લીલી સાડી ભેટમાં આપી શકાય છે.
તુલા: જે લોકોની રાશિ તુલા છે તેમને સફેદ ઊન અને ચોખા ભેટમાં આપી શકાય છે.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટધાતુની વસ્તુ અને ગુલાબી રંગની સાડી ગિફ્ટ કરો.
ધન: ધન રાશિના લોકોને પિત્તળની વસ્તુઓ અને પીળા વસ્ત્રો ભેટમાં આપી શકાય છે.
મકર: જે લોકોની રાશિ મકર છે તેમને રસોડાના વાસણો ભેટ તરીકે આપી શકાય છે.
કુંભ: જે લોકોની રાશિ કુંભ છે તેઓ વીજળી સંબંધિત વસ્તુઓ ભેટમાં આપી શકે છે.
મીન: જે લોકોની રાશિ મીન છે તેઓને આકાશી રંગના કપડા ભેટમાં આપી શકાય છે.