જામનગર આહીર કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે

0
393

જામનગર: જામનગર જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી શનિવાર વિજયાદશમીના રોજ આહીર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે, કનસુમરા પાટિયા સામેના આહીર કન્યા છાત્રાલય ખાતે યોજાનારા કાર્યક્રમમાં આહીર સમાજના આગેવાનોની હાજરી વચ્ચે યોજાનારા કાર્યક્રમમાં રાજ્યના જાણીતા મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી ખાસ પ્રસંગોચિત સંવાદ કરશે, વિદ્યાર્થીઓના સન્માનની સાથે સંસ્થાના રજત જયંતી વર્ષે સંસ્થાના પૂર્વ પ્રમુખોનું પણ સન્માન કરવામાં આવશે.

જામનગર જિલ્લા આહીર કમર્ચારી મંડળ દ્વારા આગામી તા. 12મી ઓક્ટોબર, શનિવારના રોજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરશે, પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ખુબ જ પ્રભાવશાળી દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે, જામનગરમાં કનસુમરા ગામના પાટિયા સામે આવેલ સ્વામીનારાયણ નગર, આહીર કન્યા છાત્રાલય ખાતે સાંજે સવા પાંચ કલાકથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ તરીકે આહીર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરીય અને ઉદ્ઘાટક તરીકે રાજ્યના પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃતિઓ વન અને પર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા અને મુખ્ય અતિથી તરીકે જીલ્લાના સાંસદ પુનમબેન માડમ સ્થાન અધિગ્રહણ કરશે, સમારોહના વિશેષ અતિથી વિશેષ તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને પૂર્વ મંત્રી ડૉ રણમલભાઈ વારોતરીયા હાજરી આપશે. સમારોહના અતિથીઓમાં અગ્રણી બિજનેશમેન મુળુભાઈ કંડોરિયા, મેરામણભાઈ ગોરિયા, કરશનભાઈ કરમુર, પ્રવીણભાઈ માડમ, અગ્રણી વકીલ વીએચ કનારા, કરશનભાઈ ડાંગર, ખીમભાઈ ગોજીયા, મેરામણભાઈ ભાટુ, રામદેભાઈ કંડોરિયા, જીવણભાઈ કુંભરવાડિયા, દેવશીભાઈ પોસ્તરીયા, વસરામભાઈ રાઠોડ શોભાયમાન થશે, આ પ્રસંગે આહીર કર્મચારી મંડળ સંસ્થાનું સિંચન કરનાર પૂર્વ પ્રમુખોનું રજત જયંતી વર્ષ નિમિતે વિશેષ સન્માન પણ કરવામાં આવશે, સમગ્ર કાર્યક્રમનું આયોજન આહીર કર્મચારી મંડળના પ્રમુખ રામશીભાઈ ચાવડા અને મંત્રી ડો અરજણભાઈ નંદાણીયા અને તેની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

NO COMMENTS