લાંચ : આમાં ક્યાંથી ખેડૂતનું કલ્યાણ થાય ? ખુદ ખેતીવાડી અધિકારી લાંચ લેતા પકડાયા

0
828

જામનગર : સરકાર ખેડૂત અને ખેતીલક્ષી અનેક યોજનાઓ બહાર પાડે છે પણ અમલવારીમાં ઢીલાસ અને ખેતીવાડી વિભાગ સામે ઉઠી રહેલ ભ્રષ્ટાચારની ફરિયાદો હવે સાચી સાબિત થઇ રહી છે. વાત એમ છે કે છોટા ઉદેપુર જીલ્લાના ખેતીવાડી અધિકારી જ દોઢ લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા છે. એસીબીની ટીમે જંતુનાશક દવાના વેપારી પાસેથી ઘાલમેલ બાબતે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકા મથકે જંતુનાશક દવાનો વ્યાપાર કરતા એક વેપારીને બિન અધિકૃત દવાનું વેચાણ કરવા સબબ ખેતીવાડી શાખા તરફથી કારણ દર્શક નોટીસ આપવામા આવી હતી. આ નોટીશના પતાવત રૂપે વર્ગ બે અધિકારી યોગેશભાઈ જેઠાભાઈ અમીને રૂા. ૨,૫૦,૦૦૦ની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦ની લેવાનુ નક્કી થયું હતું. જો કે લાંચની રકમ વેપારીને લાંચ આપવી ન હોય જેથી એસીબી પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય ખાતે ફરીયાદ કરી હતી. આ ફરિયાદના આધારે આજે નસવાડી ખાતે અરજદારની દુકાને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલ ખેતી નિયામક (જમીન ચકાસણી પ્રયોગ શાળા) દાહોદ, જી. દાહોદ ખાતે ફરજ બજાવતા અધિકારી અમીન રહે.૨૭, તીર્થક ટેનામેન્ટ, વાઘોડિયા- ડભોઇ રીંગરોડ, વડોદરા શહેર વાળા રૂપિયા દોઢ લાખની રકમ લેતા પકડાઈ ગયા હતા.

NO COMMENTS