બ્રેકઅપ: સાત વર્ષનો સંબંધ તોડી નાખતા પ્રેમીએ કોલેજીયન યુવતીને કહ્યું કે..

0
699

સગીર અવસ્થામાં વિજાતીય આકર્ષણ બાદ મોટા ભાગના સબંધો પર અકાળે પૂર્ણ વિરામ આવતું હોય છે ત્યારે પરિણામ ગંભીર જ હોય છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવદથી, અહી ચોક્કસ વિસ્તારમાં રહેતી એક સગીરાને નવમાં ધોરણથી જ તેના જ વિસ્તારમાં રહેતા તેની જ ઉમરના સગીર સાથે મિત્રતા થઇ જાય છે. ત્યારબાદ વર્ષો સુધી ચાલેલ આ સબંધની તેણીના પરિવારને જાણ થતા સબંધ વિચ્છેદ થાય છે અને સમગ્ર મામલો  પોલીસ દફતર પહોચે છે.

અમદાવાદના ચોક્કસ વિસ્તારમાં રહેતી એક વીસ વર્ષીય યુવતીએ સ્થાનિક પોલીસ દફતરમાં ધીરજ સીરસાટ સામે ફરિયાદ નોંધાવી છે. ધોરણ નવ થી જે કિશોર સાથે મિત્રતા થયેલ તે સબંધ પ્રેમમાં તબદીલ થયો હતો. સમય જતા બંને વચ્ચે આર્થિક વ્યવહાર પણ થયા હતા. જેમાં યુવતીએ યુવાનને સમયાંતરે રૂપિયા ચાલીસ હજાર આપ્યા હતા.

પ્રેમ સબંધ અને આર્થિક વ્યવહારની જાણ તેના પિતાને થઇ જતા તેણીને આ સબંધ તોડી નાખવા તેના પરિવારજનોએ સમજાવી હતી. જેને લઈને તેણીએ ધીરજ સાથેના સબંધ પર પૂર્ણ વિરામ મુક્યું હતું. તારી સાથે મિત્રતા થકી મારું મન ભણવામાં લાગતું નથી એટલે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નહીં. એમ કહી યુવતીએ કિનારો કર્યો હતો. છતાં પણ ધીરજ સંદેશાઓ મોકલી યુવતીને પરેશાન કરતો હતો. જો તું સબંધ નહી રાખે તો હું આપણા બંનેના ફોટા વાયરલ કરીશ એવી ધમકી પણ ધીરજે આપી હતી. છતાં પણ યુવતીએ દાદ નહિ આપતા ધીરજ પીછો કરતો હતો. જેને લઈને તેણીએ પરિવારજનોને જાણ કરી હતી. પોતાની સાથે સુરત જેવી ઘટના ન ઘટે તે અર્થે પરિવારજનોને સાથે રાખી સ્થાનિક પોલીસનો સહારો લઇ યુવતીએ ધીરજ સામે ફરિયાદ  નોંધાવી છે. સમાજના દરેક વાલીઓને ચેતવણી આપતો આ કિસ્સો છે પોતાનું સગીરવયનું સંતાન કઈ દિશામાં છે તેની પુરતી દરકાર લેવી જોઈએ એમ આ કિસ્સો લાલ બતી ધરી રહ્યો છે. તાજેતરમાં સુરત અમદાવાદ, જુનાગઢ અને રાજકોટની ઘટનામાં પ્રેમ સંબંધમાં તિરાડ અને ત્યારબાદ પ્રેમી દ્વારા પ્રેમિકા પર ઘાતક હુમલાના બનાવો બન્યા છે ત્યારે દરેક વાલીઓ માટે આ કિસ્સાઓ બોધપાઠ બને એમ સમાજવિદોએ સમજણ આપી વાલીઓને દરકાર લેવા સલાહ પણ આપી છે.

NO COMMENTS