શિક્ષિત યુવાનેતા તરીકે આગવી ઓળખ ઘરાવતા ડો.વિમલ કગથરાને આજે વિશાળ મિત્રવર્તુળ, સ્નેહીજનો, સંબંધીઓ તરફથી શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે.2020થી શહેર ભાજપના અધ્યક્ષપદની જવાબદારી નિષ્ઠાપુર્વક બજાવનાર ડો. વિમલ કગથરાને સંસ્કાર, શિક્ષણ અને રાજકારણ વારસામાં મળે છે.વિમલ કગથરાનો જન્મ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના હડિયાણામાં 9 ફેબ્રુઆરી 1977માં થયો. પિતા માધવજી નાથાભાઈ કગથરા નિવૃત કસ્ટમ અધિકારી છે.
પરીવારમાં પિતા માધવજીભાઈ, માતા વનિતાબેન, પત્નિ રજનીબેન અને પુત્રી સાન્વી એક સાથે રહે છે. 20 ફેબ્રુઆરી 2003માં રાજ્ય સરકારના મંત્રી રહી ચૂકેલા મગનભાઈ કાસુંદ્રાની પુત્રી રજનીબેન સાથે થયા.પિતા કસ્ટમ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે નિવૃત થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારી નિભાવી. કસ્ટમ વિભાગમાં નોકરી હોવાના કારણે વિવિધ જીલ્લાઓમાં બદલીઓ થતી હોવાથી વિમલ કગથરાએ પોતાની શિક્ષણ અલગ-અલગ શહેરમાં મેળવ્યુ.
બાલમંદિર–પુર્વપ્રાથમિક શિક્ષણ ઓખામાં મેળવેલ. પ્રામથમિક શિક્ષણ જામનગરમાં અને હાઈસ્કૂલ પોરબંદરમાં અને હાઈસેન્ટરી ડીસીસી હાઈસ્કૂલ જામનગરમાં પુર્ણ કરી ડી.કે.વી કોલેજમાંથી બીએસસીનો અભ્યાસ પુર્ણ કરેલ છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમએસસીનો અભ્યાસ પુર્ણ કરેલ. એમએસસી બાદ બીએડનો અભ્યાસ કર્યો. પોસ્ટગેજ્યુએટ ડિપ્લોમાં ઈન ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં કરેલ. કેમેસ્ટીના પોલીમસ વિષય પર પીએચડીની પદવી મેળવે. હાલ પર આંબેડકટર યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કરી રહ્યા છે.
નાનાપણથી અભ્યાસમાં રેન્કર હોવાથી કોલેજકાળમાં મેરીટ સ્કોરશીપ મેળવેલ. શિક્ષણને પ્રાધાન્ય આપતા પરીવારમાં ઉછેર થવાથી શિક્ષણ પ્રત્યે લગાવ નાનપણથી રહ્યો. પીએચડીની પદવી બાદ પણ અભ્યાસ હજુ પણ અવિરત ચાલુ રાખ્યો છે. પોતાના મુખ્ય શોખમાં પણ વાંચન અને ટ્રાવેલ છે.
હડિયાણા જેવા નાના ગામમાં વિમલ કગથરાના દાદા નાથાભાઈ ચંકુભાઈ કગથરા ખેતી અને મંજુરી કામ કરતા. નાથાભાઈએ શિક્ષણને અગ્રતા આપીને પોતના ચારેય પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવ્યુ. જેમાં મોટા પુત્ર કેશવજીભાઈને ડોકટર બનાવ્યા. તેઓ હડીયાણા ગામના પ્રથમ સ્નાતક અને પ્રથમ ડોકટર બન્યા. બાદ ગામમાં ડોકટર તરીકે નોકરી મળતા સેવા આપી હાલ નિવૃત છે. બીજા પુત્ર માધવજીભાઈએ કસ્ટમમાં નોકરી મેળવી આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે નિવૃત થયા. ત્રીજા પુત્ર હેમંતભાઈ સિચાઈ વિભાગમાં વર્ગ-1ના ડેપ્યુટી ઈજનેર તરીકે નોકરી કરી. ચોથા પુત્ર ગુણંવતભાઈ જે શિક્ષક બની નોકરી કરી. આમ નાથાભાઈએ મંજુરી કરીને ચારેય પુત્રને ઉચ્ચ શિક્ષણ આપીને સમગ્ર વિસ્તારમાં પ્રેરણાસ્ત્રોત બન્યા.
રાજકારણમાં આવવાનુ કારણ.
ડો. વિમલ કગથરાના પિતા નિવૃતિ બાદ ભારતીય જનતા પાર્ટીના સેવા બજાવી. 2009માં મુળુભાઈ બેરા સાથે કામ કર્યુ બૌધીક સેલના કન્વીનર અને વિવિધ સેલના સંયોજક તરીકેની જવાબદારી નિભાવી હતી. ડો.વિમલભાઈ કગથરાના સસરા મગનભાઈ કાસુંદ્રા ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ધ્રોલ-જોડીયાની બેઠક પર વિધાનસભાની બેઠક માટે ચૂંટણી લડયા હતા. ડો. વિમલભાઈને મહેનતના ગુણ દાદા નાથાભાઈમાંથી મળ્યા. શિક્ષણ અને રાજકારણ પિતા અને સસરાજી પાસેથી વારસામાં મળ્યુ. સંસ્કાર અને વિવેકના ગુણા માતા વનિતાબેનમાંથી મળ્યા છે.
2010માં ભાજપમાં શિક્ષણસેલના સહકન્વીનર બન્યા. 2012માં યુવા મોરચાના ઉપપ્રમુખ, 2015માં શહેર મહામંત્રી અને 2020થી શહેર ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળીને નિષ્ઠાપુર્વક નિભાવી રહ્યા છે. સાથે જ 2015થી 2020 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય રહ્યા. આરએસએસની શાખામાં કાર્યકર રહ્યા છે. વિવેકપુર્ણ વાત કરવાની અને દરેક સ્થિતીમાં શાંત રહેવાના સ્વભાવ અને કઠોર પરીશ્રમના કારણે રાજકીય ક્ષેત્રે સફળતા આપી છે. દેશના સૌથી મોટા રાજકીય પક્ષમાં જામનગર શહેરમાં અધ્યક્ષ તરીકેની પક્ષે જવાબદારી આપી તેમની પક્ષપ્રત્યેની કામની કદર કરી છે. સંગઠનમાં રહીને સમાજસેવા કરવાની ઈચ્છા રહી છે. જે વર્ષોથી અવિરત કરી રહ્યા છે.
મુખ્ય શોખ વાંચન અને શિક્ષણક્ષેત્રે કામગીરી કરવાનો હોવાથી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ છે. 2003થી ટ્રસ્ટ
સંચાલિત ધ સનસાઈન સ્કૂલમાં આચાર્ય તરીકે 21 વર્ષથી સેવા આપી રહ્યા છે. ધોરણ 1 થી 12માં ગુજરાતી અને અંગ્રજી માધ્યમની શહેરની ટોપર સ્કૂલ ગણાય છે. 1999માં લેકચરની જીપીએસની પરીક્ષામાં ગુજરાત રાજયકક્ષાએ સાતમાં ક્રમાકે પરીક્ષા પાસ કરી. ધ સનસાઈન સ્કૂલના માધ્યમથી બાળકોને સારૂ શિક્ષણ આપીને તેમને આગળ વધવા માટે પંથક બનવાની ભુમિકા ભજવી રહ્યા છે. કઠોર પરીશ્રણનો કોઈ વિકલ્પ નથી. તે સુત્રને જીવનમંત્ર બનાવી શિક્ષણ અને રાજકીયક્ષેત્રે બિનવિવાદીત રીતે પોતાની આગવી ઓળખ અને નામના મેળવી પિતા માધવજીભાઈ અને દાદા નાથાભાઈને ગર્વ અપાવ્યુ છે.