જામનગર એસપી અને તેની ટીમ વિષે રાજ્યના પોલીસ વડાનું મોટું નિવેદન, શું કહ્યું ? જાણો

0
1576

જામનગર : જામનગરમાં ભૂ માફિયા જયેશ પટેલના સામ્રાજ્યને ખતમ કરવા એસપી ભદ્રેન અને તેની ટીમને છૂટો દોર આપાયો હોવાની ચર્ચાઓને આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ મહોર મારી રાજકોટ ખાતે મહત્વનું નિવેદન આપ્યું છે.

જામનગરમાં વધી રહેલા ભૂ માફિયાઓના ત્રાસને લઈને ઉઠવા પામેલ ફરિયાદોને લઈને સરકાર સક્રિય થઇ છે. ખાસ તો છેલ્લા ત્રણ વર્ષમાં ભૂ માફિયા જયેશ પટેલના વધતા જતા ગંભીર ગુન્હા ખોરીના સામ્રાજ્યને લઈને સરકારે કડક આઈપીએસ દીપેન ભદ્રેનની નિમણુક કરી છે. સ્પેશ્યલ ઓપરેશન માટે જ એસપી ભદ્રનની નિમણુક થઇ હોવાની વાતને આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ સત્ય રૂપ આવ્યું છે. આજે રાજકોટની મુલાકાતે આવેલ ડીજી ભાટિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્ય હતું કે ભૂ માફિયા જયેશ પટેલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં માટે જામનગર પોલીસને વધારાની ટીમ ફાળવવામાં આવી છે. ઓપરેશન જયેશ પટેલ માટે જ દીપેન ભદ્રેન અને તેની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ જામનગરમાં ભૂ માફિયા અને સ્થાનિક પોલીસ અંગે કરેલ ટીપ્પણીઓ બાદ જામનગર રાજ્ય કક્ષાએ ગૂંજ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા જયેશ પટેલના બે સાગરીતોને ઉઠાવી લેવાતા આગામી સમયમાં જયેશ ફરતે ગાળિયો વધુ મજબુત બનશે એ ચોક્કસ છે.

NO COMMENTS