જામનગર : આવતીકાલે જામનગર ખાતે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પૂર્વે જ ચાર બેઠક પર ચૂંટણી લડનાર નથવાણીનું અવસાન થતાં આ ચારેય બેઠકની મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. બીજી તરફ ગુજસીટોક પ્રકરણમાં હાલ અમદાવાદ જેલમાં રહેલ વસરામભાઈ આહિરે પોતાની દાવેદારી પરત લઇ લેતા રકાસ આવ્યો હતો. વસરામભાઈનો દાવેદારીને લઈને બેંકની ચૂંટણી ચર્ચાસ્પદ બની હતી. દસ પૈકી ચાર બેઠક બિન હરીફ થઈ ગઈ છે. આવતીકાલે રજિસ્ટ્રારની હાજરઆ મતદાન પ્રક્રિયા યોજાશે.
આ મતદાન પ્રક્રિયામાં પોતાનો મતદાનનો હક મેળવવા જેલમાં રહેલ વસરામભાઈ આહીર વતી વકીલ વી એચ કનારાએ અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને આજે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી. જે.આ સરકારી વકીલે મતદાન ન કરવા દેવા પાછળના કારણો રજુ કરી પોતાની દલીલો કરી હતી જો કે આ દલીલોની સામે વકીલ વીએચ કનારાએ મૂળભૂત અધિકારો અને લોકશાહી સહિતની દલીલો કરી હતી. જેને લઈને હાઈ કોર્ટ દ્વારા આવતીકાલે વસરામભાઈ ને મતદાન કરવાની છૂટ આપી છે. આવતીકાલે પોલીસ જાપતા સાથે વસરામભાઈને જામનગર લઇ આવવામાં આવશે અને મતદાન પૂર્ણ થયા બાદ પર અમદાવાદ જેલ લઈ જવાશે.