ભાટિયા: નેશનલ હાઇવેમાં તોડફોડ, પથ્થરો મુકી ખેડૂતનો વિરોધ, પોલીસ ફરિયાદ

0
689

ઝાખર-દ્વારકા નેશનલ ધોરીમાર્ગ પરના કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના રોડ પર જમીન ધરાવતા એક ખેડૂતે પ્રોજેક્ટનો વિરોધ કરી રોડ પર પથ્થરો રાખી ઉપરાંત રોડને તોડી નાખ્યા સંબંધે ફરિયાદ દાખલ થઈ છે. રોડમાં પથ્થરો મૂકી દેતા જીવલેણ અકસ્માતના ભય તેમજ રોડ તોડી પાડવા સંબંધે નુકસાની અંગેની ફરિયાદ નોંધી કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આજ ખેડૂત સામે પ્રાંત અધિકારીને ધમકી આપવા સબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કુરંગા ખંભાળિયા વચ્ચે ભાટિયા ગામની હદ વિસ્તારમાં હાઇવે રોડના કામ વખતે અડચણ ઊભી કરવામાં આવી હતી. ભાટિયા થી કુરંગા તરફ જતા બતડીયા ગામના પાટીયાથી થોડે દુર કુરંગા તરફના રોડ પર ભાટિયા ગામના કાના દેવાતભાઈ ચાવડાની ખેતીની જમીનનું સંપાદન કરી રોડ બનાવવા નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતે આ કામનો વિરોધ કર્યો હતો. ગત તારીખ 2-10-2000ના રોજ ખેડૂત કાનાભાઈએ ટુ લેન્ડ રોડ ઉપર બિલ્ડીંગ બનાવવાના સફેદ પથ્થરો મૂકી, અહીંથી નીકળતા વાહનોને અડચણ તથા અકસ્માત થાય તે રીતે જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઉપરાંત તારીખ 8/1/2023 ના રોજ આ ખેડૂતે સિમેન્ટ કોંકરેટ દ્વારા બનાવવામાં આવેલ મીડિયન ફૂટપારીનો 10 મીટર ભાગ પણ તોડી નાખ્યો હતો. આ સંદર્ભે કાનાભાઈ ચાવડાએ વિડીયો પણ વાયરલ કર્યો હતો.

આ બનાવ સંદર્ભે રોડ પ્રોજેક્ટનું કામ કરતી જી.આર પ્રોજેક્ટ લિમિટેડ કંપનીના સર્વેયર મહેશ કરમુરે ખેડૂત કાનાભાઈ સામે કલ્યાણપુર પોલીસ દફતરમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને લોકોને જિંદગી જોખમમાં મૂકવા સબબ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ જ ખેડૂત સામે દ્વારકા પ્રાંત અધિકારીને ધમકી આપતો વિડિયો વાયરલ કર્યો હતો જે ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે અન્ય ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખેડૂત કાનાભાઈ કેમ કરી રહ્યા છે ધોરી માર્ગના કામનો વિરોધ ????

કલ્યાણપુર તાલુકાના બતડીયા ગામના ખેડૂત કાનાભાઈની જમીન પૈકી 2352 ચોરસ મીટરનો હિસ્સો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કપાતમાં આવે છે. આ ઉપરાંત તેઓની ખેત તલાવડી અને પાણીની પાઇપલાઇનનું પણ રોડના કામમાં સંપાદન કરવામાં આવ્યું હતું. જમીન, તલાવડી અને પાઇપલાઇન અંગે તેઓને વળતર પેટે રૂપિયા 28.59 લાખ જેટલી રકમ મંજુર થઈ હતી. આ મંજુર થયેલ વળતર બાબતે ખેડૂતને અસંતોષ થતા તેઓ વારે વારે ધોરી માર્ગના કામનો વિરોધ કરી રહ્યા છે.

NO COMMENTS