ભાણવડ: રાખવી પણ નથી અને છૂટું પણ નથી કરવું, પતિએ કહેતા પત્નીએ કર્યું આવું

0
827

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામની પરણીતાને પોરબંદરના સાસરિયાઓએ દુઃખ ત્રાસ આપતા તેણીએ ઝેરી દવા પી જીવતર ટુંકાવાનો પ્રયાસ કર્યો છે.ભાણવડ, જામનગર બાદ ગંભીર હાલતમાં તેણીને જુનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

ભાણવડ તાલુકાના હાથલા ગામે રહેતા વાલાભાઈ સોમાભાઈ મગરાની પુત્રી ઉર્મિલાના લગ્ન પોરબંદરમાં રહેતા પિયુષભાઈ શાંતિલાલ ખરા સાથે થયા હતા. પાંચેક મહિના પૂર્વે થયેલ લગ્ન બાદ પતિ તેમજ સસરા શાંતિલાલભાઈ, જેઠ મનોજભાઈ શાંતિલાલભાઈ અને જેઠાણી મનોજભાઈના પત્ની નીતાબેન દ્વારા શારીરિક માનસિક દુઃખ ત્રાસ શરૂ કરવામાં આવ્યો હતો.

જેઠ અને જેઠાણી તથા સસરા અને પતિએ નાની-નાની બાબતોમાં મીણાટોણા મારી સામાન્ય બાબતે ઉર્મિલાબેન સાથે માથાકૂટ કરી મારકૂટ કરી હતી. ‘તું કેમ તારા પિતાના ઘરેથી એપલની રૂપિયા 30 થી 40 હજારવાળી ઘડિયાળ લાવેલ નથી’ એમ કહી દહેજની માંગણી કરી સાસરિયાંઓએ અસહ્ય શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. જેને લઈને તેણીની હાથલા ખાતે રહેતા પિતાના ઘરે રિસામણે આવેલ હતી. દીકરીનો સંસાર ન બગડે જેને લઈને પિતા સહિતનાઓએ પોરબંદર પહોંચી સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા.

જ્યાં તેણીના પતિએ  કહ્યું હતું કે તું જોતી જ નથી અને છૂટું પણ નથી કરવું. એપલની ઘડિયાળ લાવી હોત તો આજે આ દિવસો જોવા ન પડત, એમ સસરિયાઓએ કહેતા ઉર્મિલાને મનમાં લાગી આવ્યું હતું અને પોતાના હાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જેને લઈને તેણીને પ્રથમ ભાણવડ બાદ જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેણીને જુનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ભાણવડ પોલીસે પતિ સસરા અને જેઠ શેઠાણી સામે સ્ત્રી અત્યાચાર ધારા મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here