જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા ગામે ભરવાડ સમાજના નવા બંધાતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પૂર્વે જ મંદિરમાં આકાશી વીજળી ના પડે તે માટે ફીટ કરવા લઇ આવવામાં આવેલ કોપર વાયરની પટ્ટી અને કોપર પ્લેટ સહીતના સામાનની કોઈ તસ્કરો ચોરી કરી ગયા છે.
હવે તસ્કરોને ખોટું કામ કરતા ભગવાનનો પણ ભય ન રહ્યો હોય તેમ ભાણવડ પંથકમાં એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાલુકાના ઝારેરા ગામે વર્તુ નદીના કાઠે આવેલ ભરવાડ સમાજના મચ્છુ માતાજીના નવા બંધાતા મંદિર પર વીજળી ન પડે તે માટે કોપર કોટિંગ ફીટ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈને સંચાલકોએ આઠ કિલો વજનની કોપર પટ્ટીની પ્લેટ અને એક કોપર પ્લેટ લઇ આવી મંદિરના ગર્ભ ગૃહમાં રાખી હતી. રૂપિયા ૭૧૬૮ની કિંમતના આ મુદ્દામાલની કોઈ સખ્સો ચોરી કરી ગયા હતા. જેને લઈને પાછતર ગામના કારાભાઈ ટોયટાએ અજાણ્યા સખ્સો સામે ચોરી સંબંધિત ભાણવડ પોલીસ્મમાં ફરિયાદ નોંધાવી છે.(તસ્વીર પ્રતીકાત્મ છે )