દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત લખમણભાઇ ભીખાભાઈ ચુડાસમા ગઈકાલે સાંજે 9:45 એક વાગ્યે ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામેથી પોતાના ચાંદવડ ગામે જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. સુતરીયા ગામની ગોલાઈ પાસે આછા અંધારામાં બે શખ્સોએ વૃદ્ધ ના મોટરસાયકલ આડે પોતાનું મોટરસાયકલ નાખી પાછળ બેઠેલા આરોપીએ પછાડી દીધા હતા. જેમાં તેઓને માથા તથા જમણા પગના ગોઠણમાં ઈજા પહોંચી હતી. દરમિયાન આ જ આરોપીએ વૃદ્ધના મોટરસાયકલમાં રહેલ રૂપિયા બે લાખની રોકડ ભરેલ થેલી ની લૂંટ ચલાવી બંને પરત નાસી ગયા હતા. આ બનાવ અંગે સુતરિયા ગામના લોકોને જાણ થતા તેઓએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ભાણવડ પોલીસે વૃદ્ધનું નિવેદન નોંધી બે અજાણ્યા શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધી હતી. આ ઘટનાના પગલે દ્વારકા એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
વૃદ્ધની પોતાની જમીનનો સોદો કેન્સલ થતાં ટોકન પેટે આવેલ બે લાખ રૂપિયા ની રોકડ રકમ તેના સાઢુભાઈ દેવશીભાઈ નંદાણીયા ની વાડીએ થી લઈ પોતાના મોટરસાયકલ માં ભંડારીયા થી ચાંદવડ ગામે જતા હતા ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે આશરે 25 થી 30 વર્ષની વહી ધરાવતા બે શખ્સોએ લૂંટ ચલાવી નાસી ગયા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. વૃદ્ધની જમીનનો શોધો કેન્સલ થયો છે અને રૂપિયા બે લાખની રોકડ લઈ તેઓ પોતાના ગામ જતા હોવા ની લૂંટારો શખ્સોને અગાઉથી જ જાણ હોવાની પોલીસે આશંકા દર્શાવી આ જાણભેદુ લૂંટારાઓ સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
દ્વારકા એલસીબી પોલીસે ટેકનીકલ તેમને સાથે રાખીને તપાસ હાથ ધરતા ગણતરીની કલાકોમાં જ લુટનો ભેદ ઉકેલાઈ ગયો હતો, પોલીસે ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા ભીમો ઉર્ફે ભાવેશ દેવસી નંદાણીયા, કોટડીયા ગામના હમીર મેરામણ ગાગીયા અને સુતરીયા ગામના પીન્ટુ રણમલ ચુડાસમા નામના ત્રણ શખ્સોને આંતરી લીધા હતા.
ભોગગ્રસ્ત વૃદ્ધએ જેની પાસેથી જમીન લીધી હતી. તે ભંડારીયા ગામના દેવશીભાઈ નંદાણીયાના પુત્ર ભાવેશ જ આ સમગ્ર લુટપ્રકરણનો માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે. જમીનનો સોદો કેન્સલ થતાં રૂપિયા બે લાખની રોકડ લઈને પોતાના ઘરેથી નીકળેલા વૃદ્ધ અંગેના મેસેજ આરોપી ભાવેશે અન્ય બે આરોપીને ફોન દ્વારા કર્યો હતો. અગાઉથી જ લૂંટ કરવાનો પ્લાન નક્કી થઈ ગયો હતો અને જે દિવસે રૂપિયા લેવા આવે તે દિવસે પૈસા લઈ પરત વૃદ્ધ જાય ત્યારે અર્ધ રસ્તે લૂંટી લેવાનો ભાવેશ ઉપરાંત અન્ય બે આરોપી એટલે કે પીન્ટુ અને હમીરે પ્લાન કર્યો હતો. જેને ગઈકાલે સાંજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પોલીસ ટેકનિકલ ટીમની મદદથી ત્રણેય આરોપીઓ સુધી પહોંચી ગઈ છે પોલીસે 2,00,000 ની રોકડ કબજે કરી લીધી છે. ભોગગ્રસ્ત વૃદ્ધ ભાવેશ ના કુટુંબિક માસા થતા હોવાનું અને આરોપી પિન્ટુ એ હમીરનો માસી નો દીકરો થતો હોવાની વિગતો જાણવા મળી છે.
આ કાર્યવાહી એલ.સી.બી.ઇન્ચાર્જ પીઆઈ પી.સી. શિંગરખીયાની સુચનાથી પી એસ આઈ બીએમ દેવમુરારી, એસ વી ગળચર, એએસઆઈ અજીતભાઇ બારોટ, ભરતભાઇ ચાવડા, વિપુલભાઇ ડાંગર, કેશુરમાઇ ભાટીયા, સજુભા જાડેજા, જયદેવસીહ જાડેજા, સુનીલભાઇ કાંબલીયા, નરશીભાઇ સોનગરા, હેડ કોન્સ્ટેબલ મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, લાખાભાઇ પિંડારીયા, બલભદ્રસીંહ જાડેજા, જેસલસી જાડેજા, સહદેવસીંહ જાડેજા, જીતુભાઇ હુણ, હસમુખભાઇ કટારા, મહેન્દ્રસીહ જાડેજા PC ગોવિંદભાઇ કરમુર, વિદિપસિંહ જાડેજા, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, મેહુલભાઇ રાઠોડ સહિતના સ્ટાફે પાર પાડી હતી.