જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલ ત્રિવેણી સંગમ નદીના તટ ઓર નહાવવા પડેલા પાંચ તરુણના એક પછી એક એમ ડૂબી જતાં મૃત્યુ નિપજતા રંગોના ઉત્સવમાં માતમ છવાઇ ગયો છે. સ્થાનિક ફાયરની ટિમ અને તરવૈયાઓએ પંચેયના દેહને બહાર કાઢ્યા હતા. એકાએક સર્જાયેલ કરુંણ ઘટનાને લઈને પાંચ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સવારથી બપોર સુધી ધુળેટી રમ્યા બાદ આ પાંચેય તરુણ નદીમાં નહાવા પડ્યા હતા અને પાણીની ઊંડાઈ પારખવામાં થાપ ખાઈ જતા ઘટના ઘટી હોવાની પ્રાથમિક વિગતો સમયે આવી છે.
ભાણવડ સહિત જિલ્લાભરમાં આજે ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી, હર્ષનો આ પર્વ ભાણવડ પંથકમાં માતમ લઈને આવ્યો, ભણવાડમાં શિવનગર, ખરાવાડ અને રામેશ્વરનગરમાં રહેતા પાંચ તરૂણો બપોર સુધી પરિવારના સભ્યો અને મિત્રો, સબંધીઓ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. એકબીજાને રંગે રંગાયા બાદ બપોરે આ પાંચેય તરુણ ભાણવડ નજીક આવેલ ત્રિવેણી સંગમ નદીએ નહાવા માટે દોરાયા હતા. ભણવાદથી ચાલતા સમયે એકબીજાને સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે તમામ છેલ્લી વખત સાથે છે. નદીએ પહોંચી એક પછી એક એમ પાંચેય તરૂણ નહાવા માટે નદીમાં પડ્યા હતા. પરંતુ પાણીની ઊંડાઈ પારખવામાં થાપ ખાઈ જતા પાંચેય ડૂબી ગયા હતા અને નદીનું પાણી પાંચેયને પોતાની આગોશમાં સમાવી લઈ શાંત થયું હતું.
આ ઘટનાને લઈને દોડ ધામ મચી ગઇ હતી. જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટિમ તાતકાલિક નદીએ પહોંચી હતી. થોડા પ્રયાસના અંતે પાંચેયના મૃતદેહ હાથ લાગ્યા હતા. એક પછી એક એમ પાંચેય મૃતદેહ બહાર કાઢવામાં આવતા સ્થળ પર પહોંચેલ પાંચેય હતભાગીઓના પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા. તે સમયે પરિવારજનોએ આક્રંદ કરતા શોકની કાલીમા છવાઈ ગઈ હતી.ભાણવડ પોલીસે પાંચેયના દેહને હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પર પાડી છે.
કોણ કોણ છે હતભાગીઓ ????
(૧) જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ. વ ૧૬ રહે શિવ નગર તાલુકા પંચાયત સામે ભાણવડ
(૨) હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ ૧૭ રહે ખરાવાડ ભાણવડ
(૩)ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા અનુજાતી ઉ. વ ૧૬ રહે રામેશ્વર પ્લોટ ભાણવડ
(૪) ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ રહે શિવ નગર ભાણવડ
(૫) હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી ઉ. વ ૧૬ રહે શિવ નગર ભાણવડ