ભાયડો: તલાટીએ એક લાખની લાંચ માગી, ૭૦ હજારમાં સોદો કર્યો

0
1264

એસીબીની સતત કાર્યવાહી છતાં લાંચ વૃતિ બંધ કરી શકાય નથી એ વાસ્તવિકતા છે. આજે વધુ એક નાના સરકારી બાબુ મોટી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા છે. વાત છે વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામે ફરજ બજાવતા તલાટીની, આ મહાશયે કાયદેસરનું કામ કરવા આસામી પાસેથી એક લાખની લાંચ માંગી અને અંતે સીતેર હજારમાં માની ગયા, પણ આ મહાશય એસીબીના હાથે જલાઈ ગયા છે.

વડોદરા જીલ્લાના જરોદ ગામે તલાટી તરીકે ફરજ બજાવતા સુનીલભાઇ જેઠાભાઇ પટેલ પાસે સરકારી કામ લઇને ગયેલ એક આસામીને બે-ત્રણ ધક્કા ખવડાવ્યા હતા બાદમાં પોતાનો અસલ ઈરાદો રજુ કર્યો હતો. જરોદ ગામ તા.વાઘોડીયા જી.વડોદરા ખાતે આવેલ સર્વે નં.૧૮૧૬ હે.આ.રે. ૦.૩૫.૫૬ વાળી જમીન રૂા.૧૫,૦૦,૦૦૦માં બાનાખત કરી ખરીદ કરેલ હતી.  જે જમીન વેચનારના વારસદારોમાંથી એક વારસદાર મૃત્યુ પામ્યા હતા. જેનુ નામ ગામના નમુના નં.૭/૧ર માંથી કમી કરી, પાકી નોધ પડાવવા માટે સ્ક્રેપના ધંધારથી એવા ફરિયાદી પાસેથી અવેજ પેટે તલાટીએ રૂા.૧,૦૦,૦૦૦ની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આસામીએ એ.સી.બી. ટોલ ફ્રી ૧૦૬૪ ઉપર સંપર્ક કર્યો હતો. જેને લઈને એસીબીએ આજે ફરિયાદીની સ્ક્રેપની ઓફિસે જ છટકું ગોઠવ્યું હતું. જેમાં સ્ક્રેપની ઓફીસ  ખાતે આવી આરોપી તલાટીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમમાંથી થોડુ ઓછુ કરવા ફરીયાદીએ કહેતા આક્ષેપિતે રકઝકના અંતે રૂા.૧,૦૦,૦૦૦માંથી રૂા.૭૦,૦૦૦ની માંગણી કરી હતી. આ રકમ સ્વીકારતા જ એસીબીએ આરોપી તલાટીને જાલી લીધા હતા.

NO COMMENTS