ભાદરવો ભરપુર : કલ્યાણપુરમાં બે કલાકમાં ચાર, ધ્રોલમાં બે ઇંચ…ચાર વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ?

0
762

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે એકાએક પલટાયેલ હવામાન વચ્ચ્ચે મેઘાવી માહોલ રચાયો છે. જેમાં કલ્યાણપુરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ જયારે ધ્રોલમાં પણ બે ઇન્ચ વારસાદ વર્ષી ગયો છે. આ ઉપરાંત જામજોધપુર, લાલપુર અને ભાણવડમાં  એક થી દોઢ ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં એક થી ચાર ઇંચ વરસાદના અહેવાલ છે.

હાલારમાં ફરી મેઘમેલ્હાર રચાયો છે. હવાના વિભાગે કરેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે ત્યારે બપોરથી બંને જીલ્લામાં વરસાદી માહોલ રચાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં બે થી ચાર વાગ્યાના ગાળામાં ચાર ઇંચ (૧૦૩ મીમી), ભાણવડમાં દોઢ ઇંચ અને ખંભાલીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ભાણવડના કબરકા, શેઢા ખાઈ સહિતના ગામડાઓમાં ભારે વરસાદથી નદીઓમાં ફરી પુર આવ્યા છે.

વાત જામનગર જીલ્લાની કરવામાં આવે તો કાલાવડ અને જામજોધપુરમાં એક-એક ઇંચ, ધ્રોલમાં બે ઇંચ અને લાલપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ બપોરે બાર થી ચાર વાગ્યા સુધીમાં પડ્યો છે. હજુ પણ બંને જીલ્લામાં વરસાદી માહોલ યથાવત છે

NO COMMENTS