સોશ્યલ મીડિયાથી ચેતી જજો, તગડી કમાણીના નામે મહિલાઓ સાથે છેતરપીંડી

0
465

જામનગર: સોશ્યલ મીડીયાના ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર ઘર બેઠા તગડી કમાણી કરી આપતી નોકરી-સ્કીમના નામે ૬૦૦ ઉપરાંત મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર સખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યો છે. જુદા જુદા જીલ્લાની મહિલાઓના અલગ અલગ ગ્રુપ બનાવી આ સખ્સે મહિલાઓને લાલચ આપી પ્રતિ મહિલા દીઠ રૂપિયા ૫૦૦ ઉઘરાવી ત્રણ લાખ ઉપરાંતની આર્થિક છેતરપીંડી આચરી છે.

રાજયભરના જીલ્લાઓમાં 600 વધુ મહિલો સાથે છેતરપીંડી કરનાર આરોપીને જામનગરની સાયબર ટીમ પકડી પાડેલ છે. લધુ ઉધોગ તથા કુટીર ઉધોગમાં ધરબેઠા કામ કરીને પૈૈસા કરવવાની ફેસબુક જાહેરાત થઈ હતી. જેમાં મહિને 25થી 30 હજારના પગાર આપવાની વાત જણાવેલ હતી. જીલ્લા દીઠ મહિલાઓનુ ગ્રુપ બનાવી જેમાં સિવણ, ધુપ, અગરબત્તી તથા આગ્રેેનિક સાબુ બનાવવાની તથા બ્યુટી પાર્લરની તાલીમ આપવાની તેમજ ગૃહ ઉઘોગ માટે કાચો માલ જરૂરી સાધનો પુરા પાડવાની લાલચ આપી. જે માટે ગ્રુપ બનાવીને મેમ્બરને જોડાવવા માટે મેમ્બરશીપના નામે 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાાનુ જણાવી મહિલા પાસેથી છેતરપીંડી કરતો. રાજયના જામનગર, પોરબંદર, દેવભુમિદ્રારકા, મોરબી, રાજકોટ સહીત અનેક જીલ્લા માંથી 600થી વધુ મહિલાઓ સાથે 3,11,500 વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફ કરાવી પડાવી લીધેલ. જેની ફરીયાદ મળતા આરોપીને શોધીને પકડી પાડેલ છે એમ જામનગર ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

ફેસબુકમાં આપેલી જાહેરાતના આધારે છેતરપીંડી કરનાર આરોપી મનસુખ જંકકાટને પકડી પાડેલ. ટેકનીકલ ટીમની મદદથી આરોપીને દબોચી લેવાયો છે. આરોપીએ છેલ્લા ધણા સમયથી રાજયના રાજપીપળા, બરોડા, રાજકોટ, ગીર-સોમનાથ જુનાગઢ, વેરાવળ સહીતના વિસ્તારોમાં નાસતો ફરતો હતો. આરોપી દ્રારા ફેસબુકમાં જાહેરાત આપવામાં આવતી. મહિલાઓને ઘરબેઠા કામ કરીને સારા પગારની લાલચ આપવામાં આવતી. અને રજીસ્ટ્રેશનના નામે રૂપિયા 500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને પૈસા પડાવતો હોવાની વિગતો સામે આવી છે.

NO COMMENTS