બંગાળી બાબુ: અભ્યાસ કર્યો કોમર્સનો અને ધંધો શરૂ કર્યો છે ડોક્ટરનો

0
1422

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે મજૂર વસાહતનો લાભ ઉઠાવવા વેસ્ટ બંગાળના એક બોગસ ડોક્ટર છેક અહીં સુધી લંબાયા અને શરૂ કરી દીધું ક્લિનિક સેન્ટર, જામનગર ઉપાડી મેડિકલ ના સાધનો શહીદનો મુદ્દામાલને કબ્જે કરી બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. બીકોમ સુધીનો અભ્યાસ કરેલ પરપ્રાંતીય સખ્સ સામે પોલીસે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામે જૈન મંદિરની સામે દિપક શાહ નામનો પરપ્રાંતીય શખ્સ મેડિકલ ડોક્ટરને લગતી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં દવાખાનું ચલાવી રહ્યો છે અને જન આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં કરી, અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન આપી રહ્યો હોવાની એસોજી પોલીસને હકીકત મળી હતી. જેને લઈને એસઓજીએ ગઈ કાલે દરોડો પાડયો હતો.

આ દરોડા દરમિયાન અહીથી જામનગરમાં રહેતા અને ક્લિનિક ચલાવતા દીપકકુમાર દુલાલચંદ્ર શાહ નામના શખ્સ મળી આવ્યા હતા. દવાખાનામાં એક ટેબલ ખુરશી અને સેટી સહિતના સામાન લઈ મેડિકલ ક્લિનિક ચલાવતા આ શખ્સ પાસેથી તબીબી અભ્યાસને લઈને કોઈ પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું. બીકોમ સુધીનો અભ્યાસ કરેલા આ શખ્સના કબજામાંથી એક સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, બે ડિસ્પોવેંન સિરીંજ, એક ઇન્જેક્શન અને જુદી જુદી કંપનીઓની એલોપેથી દવા સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે આ શખ્સન અટકાયત કરી પોલીસમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.

NO COMMENTS