બેટ દ્વારકા: ઓપરેશન ક્લીનઅપ પૂર્ણ, અધધ જગ્યા ખુલ્લી થઇ, હવે શું ?

0
1069

દેવભૂમિ દ્વારકા જીલ્લાના અંતિમ ધાર્મિક સ્થળ અને દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને સૌથી અગત્યના એવા બેટ દ્વારકામાં લાંબા સમયથી દબાણો ખડકાઈ ગયા હતા. ધાર્મિક સ્થળોની આડમાં કોમર્શીયલ અને રહેણાંક મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. તો અને દબાણો એવા ખડકાયા જે કોને ઉભા કર્યા એ સ્થાપિત થતું ન હતું. સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા બેટ દ્વારકામાં આવી પરિસ્થિતિ વચ્ચે તંત્રએ ચોક્કસ સર્વે કરાવી દબાણો અંગે તાગ મેળવ્યો, ત્યારબાદ ઓપરેશન ક્લીનઅપ શરુ કરવામાં આવ્યું જેમાં ગુનેગારોથી માંડી અને ધાર્મિક દબાણો પર તંત્રએ એક સપ્તાહ સુધી ઘોસ બોલાવી દબાણો હટાવ્યા છે.

છેલ્લા એક સપ્તાહ સુધી સ્થાનિક જીલ્લા પ્રસાસન અને પોલીસ દ્વારા બેટ દ્વારકામાં વ્યવસ્થિત આયોજન સાથે ઓપરેશન ક્લીનઅપ શરુ કરવામાં આવ્યું હતું. જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની આગેવાની નીચે પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, મામલતદાર વિક્રમ વરુ, ડીવાયએસપી સમીર સારડા સહિતના અધિકારીઓની આગેવાનીમાં ૪૦૦થી વધુ જવાનો સાથે બેટ દ્વારકામાં કેમ્પ ઉભો કરવામાં આવ્યો હતો.પોલીસ ઉપરાંત એસઆરપી જવાનોને પણ બંદોબસ્તમાં લગાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસથી જ તંત્રએ કોઈની સેહ રાખ્યા વગર જેસીબી સાથે પાડતોડ શરુ કરી હતી. જેમાં ધાર્મિક, કોમર્શીયલ અને રહેણાંક તથા અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા બાદ બીજાથી માંડી સતત સાત દિવસ સુધી અધિકારીઓએ પડાવ નાખી દબાણો હટાવ્યા હતા.

ઓપરેશન ક્લીનઅપ દરમિયાન ૪૫ જેટલા ધાર્મિક સ્થળોના બાંધકામ પાડી દેવામાં આવ્યા, આ એવા બાંધકામો હતા જે ભવિષ્યમાં દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને ખતરો બની શકે એમ હતા. જયારે ૯૫થી વધુ કોમર્સિયલ અને રહેણાંક બાંધકામો તોડી પાડવામાં આવ્યા, જેમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ડ્રગ્સ પ્રકરણમાં જેની સંડોવણી ખુલવા પામી હતી તે રમજાn હાજી ગનીના બંગલાના ગેર કાયદેસરના બાંધકામનો પણ સમાવેશ થાય છે. એક સપ્તાહમાં તંત્ર દ્વારા બે લાખ નેવું હજાર ચોરસફૂટના ગામતળ, ગૌચર અને મરીન ફોરેસ્ટના વિસ્તારમાં ઉભા કરવામાં આવેલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આ તમામ બાંધકામો અને જગ્યાની વાત કરવામાં આવે તો આજ દિવસ સુધીમાં તંત્રએ ૮.૫૫ કરોડના બાંધકામ સાફ કરી જગ્યા ખુલી કરી છે.

બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બંધ કરવામાં આવેલ ફેરી બોટ વ્યવસ્થા પણ ફરી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આગામી ઈદને લઈને ત્રણ જુલસને પણ મંજુરી આપવામાં આવી છે.

સુરક્ષાની દ્રષ્ટીએ મહત્વના એવા બેટ દ્વારકાને પ્રવાસ સ્થળ તરીકે જે મળવો જોઈએ તેવું મહત્વ મળ્યું નથી અહીં પણ વૈશ્વિક લેવલના પીકનીક પોઈન્ટ ઉભા કરવામાં આવે તો બેટ દ્વારકાને અનોખી ઓળખ મળશે સાથે સાથે રોજગારના નવા આયામો પણ ખુલી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here