જામનગર : આજકાલ ટ્વીટરનો ટ્રેન્ડ વધ્યો છે. સોશિયલ મીડિયાના આ આયામની સત્યતાને તમામ સ્તરે પ્રસિદ્ધિ પણ મળી છે. એટલે જ વિશ્વના મોટાભાગના નેતાઓ, સંસ્થાઓ, સંગઠનો, સેલીબ્રીટીઓ અને સરકારી-ગેર સરકારી ઓફિસર્સ તેમજ મીડિયા લોબીએ ટ્વીટરને પ્રાધાન્ય આપ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ કરેલ ટ્વીટને લઈને જામનગર પોલીસ અને વહીવટી પ્રસાસન હલબલી ગયું છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદીપસિંહને ટેગ કરી જામનગર એસઆરપી વસાહતનો એક વિડીઓ અપલોડ કર્યો છે. જેમાં એસઆરપી જવાનોના રાતવાસાને રજુ કરવામાં આવ્યો છે. જે વસાહતમાં ઉતારો છે ત્યાં પાણી વચ્ચે પારાવાર મુશ્કેલી વેઠી જવાનો રાતવાસો કરવા મજબુર બન્યા હોવાનું દ્રશ્ય દેખાય છે. પૂર્વ મુખ્ય મંત્રી વાઘેલાએ મુકેલ વિડીઓમાં જવાનોની સમસ્યા જ દર્સાવી છે. જેમાં જવાનોનો બેકગ્રાઉન્ડ અવાજ પણ આવે છે.અને પોતાની સમસ્યાનું વર્ણન કરે છે. વાઘેલાએ આ વિડીઓ મૂકી જવાનોની સમસ્યા ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. પૂર્વ મુખ્ય મંત્રીએ ટ્વીટ કર્યાની થોડી જ મીનીટોમાં ગાંધીનગરથી જામનગર સુધીનું પ્રસાસન હલબલી ગયું હતું અને આ વિડીયોની ખરાઈ માટે મોબાઈલ રણકી ઉઠ્યા હતા.
શું કહે છે ચેલા એસઆરપી કેમ્પના સેનાપતિ ? જામનગર નજીકના ચેલા એસઆરપી કેમ્પના સેનાપતિ નીનામાના જણાવ્યા અનુસાર હાલ આવી કોઈ સમસ્યા જ નથી, કદાચ ભૂતકાળમાં ક્યારેય આવું બન્યું હોય તો મારે ધ્યાને નથી.હાલ જવાનોને કોઈ જ સમસ્યા નથી. બીજી તરફ એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભૂતકાળમાં પડેલા ભારે વરસાદના સમયના કદાચ આ દર્શ્યો કોઈ જવાનોએ મોબાઈલમાં કેદ કરી લીધા હોય, સાચું જે હોય તે પણ પૂર્વ મુખ્ય મંત્રીના ટ્વીટને લઈને જામનગરનું પ્રસાસન દોડધામ મચી ગઈ હતી.