અરેરાટી : ત્રણ મિત્રો રૂપારેલ નદીમાં ડૂબ્યા, એક લાપતા, બે મિત્રોનો બચાવ

0
1029

જામનગર અપડેટ્સ : જામનગર નજીક ધુવાવ ગામની ભાગોળે આવેલ રૂપારેલ નદીમાં ત્રણ મિત્રો ડૂબ્યા હોવાની માહિતી મળી છે. જેમાંના બે મિત્રો બહાર નીકળી ગયા છે જયારે એક મિત્ર લાપતા બનતા ફાયર દ્વારા શોધખોળ હાથ ધરી છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

જામનગર નજીકના રાજકોટ રોડ પર આવેલ ધુવાવ ગામની ભાગોળે આવેલ રૂપારેલ નદીમાં આજે ત્રણ મિત્રો ડૂબ્યા હતા. જેને લઈને દોડધામ મચી ગઈ હતી. જો કે બે મિત્રો સલામત રીતે બહાર આવી જતા બચાવ થયો હતો. જયારે અન્ય એક મિત્ર નદીમાં ગરકાવ થયો હતો. આ બનાવના પગલે ગામલોકો નદી કાઠે પહોચ્યા હતા. જો કે બચાવ કાર્ય માટે જામનગર મહાનગર પાલિકાના ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ એક હોડી સાથે નદીએ પહોચી શોધખોળ હાથ ધરી હતી. જો કે સાંજ સુધી નદીમાં ગરદ થયેલ મિત્રની ભાળ મળી નથી. આ બનાવના પગલે નાના એવા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS