જામનગર : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક પરિવારના ૧૪ વર્ષની કુમળી વયના બાળકે ગળાફાસો ખાઈ જીવ દઈ દેતા અરેરાટી પ્રસરી ગઈ છે. જો કે આ આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
જામનગરમાં અરેરાટી ભરી ઘટેલી ઘટનામાં એક પરિવાર હાલ સુન્ન થઇ ગયો છે. પટેલ કોલોની વિસ્તારમાં રહેતા નીલેશ પરમારના ૧૪ વર્ષીય પુત્ર નિહારએ આજે પોતાના ઘરે સવારે આઠેક વાગ્યે અગાસીની સીડી સાથે લોખંડની સાકળ વડે પોતે પોતાના જાતે ગળા ફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. હજુ તો માંડ દુનિયાદારીમાં પ્રવેશેલ બાળક દુનિયાદારીના પાઠ ભણે તે પૂર્વે એવું તે કયું કારણ આવી ગયું કે જીવતર ટુકાવવું પડ્યુ ? આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.