જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ દફતરમાં ગઈકાલે લુટેરી દુલ્હન આણી ટોળકીનું અન્ય એક કારસ્તાન બીજા દિવસે સામે આવ્યું છે. રોજીવાડાના યુવાન સાથે આ ટોળકીએ એ જ દુલ્હન સાથે લગ્ન કરાવી રૂપિયા 60 હજાર પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.
ભાણવડ તાલુકાના રોજીવાળા ગામે રહેતા કમલેશ ગોવા સોલંકીના છુટા છેડા થઈ ગયા બાદ ઘર સંભાળી શકે તેવી યુવતી સાથે લગ્ન કરવા માટે સમાજમાં અનેક જગ્યાએ વાતચીત કરી હતી. દરમિયાન તાજેતરમાં ગોપ ગામના ઈસાભાઈએ પોતાના ધ્યાનમાં એક નાતરું હોવાની વાત કરી હતી. પરંતુ એ માટે રૂપિયા 60 આપવાનું નક્કી થયું હતું. દરમિયાન ગત તા. આઠમીના રોજ આ ઈસાભાઈએ જુનાગઢ રહેતી લુટેરી દુલ્હનના પાત્રમાં રહેલ
સંગીતા અને તેની માતા નર્મદાબેન ઉર્ફે નિમુબેનને બોલાવી લઇ, ભાણવડના ઇન્દ્રેશવર મહાદેવ મંદિરે અન્યોની સાક્ષીએ કમલેશ અને સંગીતાએ એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હતા. ત્યારબાદ રૂપિયા 60 હજારનો વ્યવહાર પૂરો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ બે દિવસ પછી જ્યારે સંગીતા રોજીવાળા આવશે ત્યારે લખાણ કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
સંગીતા પરત ફરે તે પૂર્વે જ કમલેશભાઈને લુટેરી દુલ્હન અને ટોળકીના કારસ્તાનની અન્ય એક યુવાને નોંધાવેલ ધ્યાને આવી હતી. જેને લઈને કમલેશભાઈ પણ પોલીસ દફતર પહોંચ્યા હતા અને પોતાની સાથે થયેલ છેતરપિંડી પૂર્વકના લગ્ન અને ટોળકીની કહાની રજૂ કરી હતી. પોલીસે આ ટોળકી સામે વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.