PSIએ કહ્યું, ટેન્ડર મારું છે રૂપિયા તો આપવા જ પડશે, પણ પછી થયા આવા હાલ….

0
1040

અમરેલી : અમરેલી જીલ્લાના પીપાવાવ મરીન પોલીસ દફતરમાં ઘટેલ આ ઘટના છે. અહી પોર્ટ પર કાર્યરત એજીએસ નામની ખાનગી કંપનીમાં ફેબ્રિકેશનના કામ માટે સ્થાનિક પાર્ટીએ ત્રણ કરોડનું ટેન્ડર ભર્યું હતું. સ્થાનિક ધંધાર્થી દ્વારા ભરવામાં આવેલ ટેન્ડર અંગે મરીન પોલીસના મુખ્ય પીએઆઈ સચિન શર્માને જાણ થઇ, જેને લઈને પોલીસ સબ ઈન્સ્પેકટરે આ સ્થાનિક ધંધાર્થીનો સંપર્ક કરી મુલાકાત કરી હતી. આ ટેન્ડર મારું છે એટલે તારે રૂપિયા આપવા પડશે એમ કહી પીએસઆઈએ ખાખીની લાજ નેવે મૂકી દીધી હતી. પીએસઆઈના વહીવટથી કંટાળી ધંધાર્થીએ જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયનો સંપર્ક કરી પીએસઆઈના કરતુત અંગે જાણ કરી, ધંધાર્થીએ પીએસઆઈ સાથે થયેલ વાતચીતનું રેકોર્ડીંગ પણ પોલીસ અધિક્ષક સમક્ષ રજુ કર્યું હતું. જેને લઈને એસપીએ આ સમગ્ર પ્રકરણની અંગત તપાસ કરાવી હતી. જેમાં પીએસઆઈ શર્માની લાલચુ વૃતિ સામે આવી હતી. પીએસઆઈની નીતિરીતીનો પર્દાફાસ થઇ જતા એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. એસપીના કડક પગલાને લઈને જીલ્લા પોલીસ બેડામાં વધુ એક વખત ફફડાટ ફેલાયો છે.

NO COMMENTS