જામ રાજવી પરિવારના વારસદાર બન્યા અજય જાડેજા

0
2040

જામનગર અપડેટ્સ: જામનગરના અંતિમ રાજવી જામ સાહેબ શત્રુસેલ્યજી પછી પોતાનો વારસો કોણ સંભાળશે તે બાબતે અનેક વખત ચર્ચાઓ ચાલી પરંતુ ગઈકાલે મોડી રાત્રે ખુદ જામ સાહેબે જાહેરાત કરી પોતાના વારસા અંગેની ચાલતી તરેહ તરેહની ચર્ચાઓનો અંત આણ્યો છે. પોતાના જ પરિવારના ભત્રીજા એવા ખ્યાતનામ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાને તેઓએ પોતાના વારસ તરીકે પસંદ કર્યા છે અને અજય જાડેજાએ પણ પોતાને જામ રાજવી પરિવારના વારસદાર તરીકે સ્વીકાર કર્યો છે.

જામનગર (નવાનગર સ્ટેટ) અને રાજવી પરિવાર સિક્કાની બે બાજુ

વર્ષ 1540માં કચ્છના ક્ષત્રિય રાજવી જામ રાવળજીએ કચ્છ થી જામનગર આવી નવાનગર એટલે કે હાલના જામનગરની સ્થાપના કરી હતી. કચ્છમાં રાવ ઓફ કચ્છ થી ઓળખાતા રાજવીઓએ નવાનગર ની સ્થાપના કરી સતા સાંભળતા દરેક રાજવી ‘જામ સાહેબ’ની ઉપમાં ધરાવતાં હતા. જામરાવળ થી શરૂ થયેલા નવા નગર સ્ટેટના જામ રાજવીઓનો ઇતિહાસ જામનગરને ઉચ્ચ સ્તરે લઈ ગયો, વર્ષ 1540માં જામ રાવળજી, જામ વિભાજી, જામ સતાજી, જામ જસાજી, જામ લાખાજી, જામ રણમલજી, જામ રાયસિંહજી, જામ તમાચીજી, જામ સતાજી-2, જામ સતાજી-2, જામ રણમલજી 2, જામ વિભાજી 2, જામ જસવંતસિંહજી 2, જામ રણજીતસિંહજી 2, જામ દિગ્વિજયસિંહજી અને જામ શત્રુસેલ્યજીએ જામ સાહેબ તરીકે આરૂઢ થઈ નગરનું લાલનપાલન કર્યું, દેશ આઝાદ થયો એટલે કે વર્ષ1947 સુધી 16 જામ સાહેબોએ જામનગરના રાજા તરીકે શાસન કર્યું. નવાનગર સ્ટેટ બ્રિટિશ હકુમત વખતે બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગના કાઠીયાવાડ એજન્સીનો ભાગ ગણાતું હતું, આ એજન્સી હેઠળ જામ રાજવીઓનો હાલાર પ્રાંત આવતો હતો, પિતા જામ દિગ્વિજસિંહજીના અવસાન બાદ યુવરાજ શત્રુસેલ્યજીને વર્ષ 1966માં જામ સાહેબ તરીકે પ્રસ્થાપિત કરાયા, જોકે વર્ષ 1971માં બંધારણમાં કરવામાં આવેલ 26માં સુધારાથી રાજવીઓના સાલીયાણા સહિતના હક્ક નાબૂદ કરવામાં આવ્યા છે.

કોણ છે જામ સાહેબ શત્રુસેલ્યજી ?

‘નવાનગર’ હાલના જામનગર તરીકે ઓળખાતા પ્રાંતના અંતિમ ‘જામ સાહેબ એટલે જામ શત્રુશેલયજી ઉદાર અને દિલેર, પ્રજા વાત્સલ્ય રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીના પુત્ર, બીજા વિશ યુદ્ધ વખતે પોલેન્ડના બાળકો અને મહિલાઓને જામનગર – નવનગરમાં બાલાચડી ખાતે આશરો આપી પોલેન્ડના વારસાનું જતન કરનાર જામ સાહેબ દિગ્વિજયસિંહજી, જેના નામે ભારતીય ક્રિકેટમાં ટ્રોફી ખેલાય છે એવા દુલીપસિંહજી અને શત્રુશેલયજી પિતરાઈ ભાઈઓ થાય છે. ક્રિકેટ જગતના જબબર નામના ધરાવતા જામ રણજી (જેના નામે રણજી ટ્રોફી ખેલાય છે) તેઓના દાદા થાય છે. નવાનગર સ્ટેટ બ્રિટિશ હકુમત વખતે બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગના કાઠીયાવાડ એજન્સીનો ભાગ ગણાતું હતું. વર્ષ 1939માં 20 ફેબ્રુઆરીમાં નવાનગર સ્ટેટમાં જન્મેલ જામ સાહેબ શત્રુશેલયજીએ ઇંગ્લેંડની માલવર્ન કોલેજમાં અભ્યાસ કર્યો છે. શાળાકીય અભ્યાસથી જ તેઓને ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. વર્ષ 1958-59માં તેઓએ સૌરાષ્ટ્ર ટિમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો પ્રારંભ કર્યો, વર્ષ 1959માં તેઓ ઇંગ્લેન્ડ ગયા અને સસેક્સ કાઉન્ટી સાથે જોડાયા હતા. તેઓનું ક્રિકેટ ડોમેસ્ટિક પૂરતું જ મર્યાદિત રહ્યું હતું. વર્ષ 1972માં ક્રિકેટ સન્યાસ બાદ તેઓ જામનગરમાં જ રહે છે અને અનેક સેવાકીય, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ રચી કાર્યો કરી રહ્યા છે, પોતાના મહેલની 45 એકર જમીનમાં હાલ 8 હજાર પશુ- પ્રાણીઓનું લાલન પાલન કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓની તબિયત નંદુરસ્ત રહે છે. જામ સાહેબ શત્રુશેલયજીના લગ્ન નેપાળની રાજકુમારી સાથે થયા હતા. જોકે જામ સાહેબને સંતાનમાં પુત્ર ન હોવાથી જામ રાજવી પરિવારના વારસાને લઈ અનેક વખત ચર્ચાઓ થતી હતી. પરંતુ ખુદ જામ સાહેબે રાજવી પરિવારના અને પોતાના ભત્રીજા અજય જાડેજાને પોતાના વારસદાર તરીકે જાહેર કરી દીધા છે.

કોણ છે અજય જાડેજા ??

અજય જાડેજાનો જન્મ પેલી ડિસેમ્બર 1971ના રોજ જામનગરમાં થયો છે, જામનગરના રાજવી પરિવારથી આવતા અજય જાડેજાના પિતા દોલતસિંહજી ત્રણ વખત જામનગર જિલ્લાના સાંસદ રહી ચૂક્યા છે. અજય જાડેજા 1992 થી 2000 સુધી ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટ વનડે ટીમનો હિસ્સો રહ્યા હતા. તેઓએ 1995માં ભારતીય ટીમ એશિયા કપ જીતી એશિયા ચેમ્પિયન બની, આ ટુર્નામેન્ટ અને 1996ના વર્લ્ડ કપમાં તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાઈટ બેટર અને રાઈટ આર્મ મીડીયમ બોલરની સાથે તેઓ ભારતીય ટીમના ઓલરાઉન્ડર તરીકે જાણીતા બન્યા, ભારતીય ક્રિકેટના યોગદાનની વાત કરવામાં આવે તો જાડેજા એ 196 વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ અને 15 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ પણ રમ્યા છે. અજય જાડેજા એ ભારતીય નેશનલ ક્રિકેટ ટીમનું નેતૃત્વ પણ કર્યું છે તેઓનું શ્રેષ્ઠ પ્રદર્શન 1995 માં એશિયા કપ દરમિયાન રહ્યું છે. હાલમાં પણ જાડેજા ક્રિકેટ થી અલિપ્ત રહ્યા નથી. તાજેતરમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે તેઓ સક્રિય રહ્યા હતા.

 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં યોગદાન

અજય જાડેજા એ વર્ષ 1992 માં 13 નવેમ્બર ના રોજ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટ ડેબ્યૂ કર્યું અને 26 ફેબ્રુઆરી 2001માં સાઉથ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ મેચ રમ્યા. જ્યારે 28 ફેબ્રુઆરી 1992 ના રોજ શ્રીલંકા સામે તેઓએ આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચ રમી વન-ડે કારકિર્દીની શરૂઆત કરી હતી જ્યારે વર્ષ 2000 માં ત્રીજી જુનના રોજ પાકિસ્તાન સામે તેઓ અંતિમ વન ડે રમ્યા હતા.

15 ટેસ્ટ મેચમાં અજય જાડેજાના પ્રદર્શન ની વાત કરીએ તો 26.18 ની એવરેજથી ચાર અર્થ સદીઓ સાથે કુલ 576 રન અને ટેસ્ટમાં કરવાધિક સ્કોર 96 રહ્યો છે જ્યારે 196 વન-ડેમાં 37.47 ની એવરેજથી છ સદી અને 30 અડધી સદી સાથે તેઓએ 5359 રન કર્યા છે. તો બીજી તરફ 20 વિકેટ પણ ઝડપી છે. જેમાં વર્ષ 1995 માં ઇંગ્લેન્ડ સામે શારજાહ ખાતે એક ઓવરમાં ત્રણ રન આપી ત્રણ વિકેટ બેસ્ટ પર્ફોર્મન્સ છે. અજય જાડેજાનું નામ ભારતીય ક્રિકેટ ટીમમાં બેસ્ટ ફિલ્ડર તરીકે પણ જાણીતું છે. અજય જાડેજા એ 13 વખત વન-ડે મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કેપ્ટનશીપ પણ સંભાળી છે.

ક્રિકેટ કારકિર્દીનો અણધાર્યો અંત
મેચ ફિક્સિંગ માં નામ ઉછળતા બીસીસીઆઈ એ અજય જાડેજા પર પાંચ વર્ષ સુધી ક્રિકેટ પ્રતિબંધ મૂક્યો હતો આ કાનૂની કેસમાં દિલ્હી હાઇકોર્ટે વર્ષ 2003માં ક્રિકેટ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ત્યારબાદ વર્ષ 2003માં રણજી ટ્રોફી રમ્યા હતા

ક્રિકેટ પછી શું કરે છે અજય જાડેજા ?

વર્ષ 2015માં અજય જાડેજા દિલ્હી ક્રિકેટ ટીમના મેન કોચ તરીકે સિલેક્ટ થયા પરંતુ તેઓએ આ પદ રીઝાઈન કર્યું ત્યારબાદ તેઓ ipl માં કોમેન્ટેટર તરીકે જોડાયા અને જુદી જુદી ન્યુઝ ચેનલો માં સ્પોર્ટ્સ એક્સપોર્ટ અને એનાલિસ્ટ તરીકે કામ કરીએ વર્ષ 2023 માં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા અજય જાડેજાને તેમના મેન્ટર નીમ્યા, આ પદ સાંભળ્યા બાદ તેઓએ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં નિઃશુલ્ક સેવા આપી, વર્ષ 2030 માં અજય જાડેજા એમાંય અમીરાત ટિમના આઇએલટી ટ્વેન્ટી ટુર્નામેન્ટના બેટિંગ કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

બોલીવુડમાં પણ કામ કરી ચૂક્યા છે અજય જાડેજા


વર્ષ 2003માં અજય જાડેજા એ સનીદેવલ અને સુનીલ શેટ્ટી સાથે ખેલ ફિલ્મમાં કામ કર્યું છે જ્યારે વર્ષ 2009 માં પલ પલ દિલ કે પાસ નામની ફિલ્મ પણ તેઓ પોતાની કલાકારીગીરી દેખાડી ચૂક્યા છે આ ઉપરાંત જાણીતા સેલિબ્રિટી ડાન્સ શો ઝલક દિખલાજા ના પ્રથમ સેશનમાં તેઓ સેલિબ્રિટી તરીકે, કોમેડી સર્કસ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં પણ ઝડપી હતા. આ ઉપરાંત તેઓએ ‘કાયપો છે’ મુવીમાં ક્રિકેટ કોમેન્ટટર નો રોલ પણ કર્યો હતો.

અજય જાડેજાનું અભ્યાસ અને પારિવારિક જીવન

ભારતીય ક્રિકેટ જગતમાં જેના નામે રણજિત ટ્રોફી અને દુલીપસિંહજી ટ્રોફી ના નામ ચાલે છે તે રાજવી પરિવારમાંથી આવતા અજય જાડેજા ના પિતા દોલતસિંહજી જાડેજા ત્રણ વખત જામનગર જિલ્લાના સાંસદ રહી ચૂક્યા છે. પિતા દોલતસિંહજીએ નર્સ તરીકે સેવા આપતા અલાપૂજા સાથે લગ્ન કર્યા હતા. અભ્યાસની વાત કરવામાં આવે તો અજય જાડેજા એ દિલ્હીની ભારતીય વિદ્યાભવનથી અભ્યાસની શરૂઆત કરી, ત્યારબાદ તેઓને રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરવા મોકલવામાં આવ્યા જો કે તેને બોર્ડિંગ અભ્યાસ પસંદ ન હતો. રાજકોટથી તેઓ 13 વખત ભાગી ચુક્યા હતા. અજય જાડેજાએ દિલ્લીની હિન્દૂ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. અજય જાડેજાએ રાજકારણમાં સમાજવાદી પાર્ટી સાથે સક્રિય રહેલા જયા જેટલીની પુત્રી અદિતિ જેટલી સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે અને તેઓને અઈમાન અને અમીરા નામના બે સંતાનો પણ છે. હાલ બંને સંતાનો અભ્યાસ કરી રહ્યા છે.

અજય જાડેજાની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી


અજય જાડેજા એ વર્ષ 1998 માં ઘરેલુ ક્રિકેટ માં પ્રવેશ કર્યો. તેઓ હરિયાણા, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને રાજસ્થાન ટીમ તરફથી ઘરેલુ ક્રિકેટ રમ્યા, વર્ષ 1988 થી 1999 સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 111 મેચ રમ્યા 54 ની સરેરાશ સાથે તેઓએ 81 રન કર્યા જેમાં 20 સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે ફર્સ્ટ ક્લાસમાં તેઓનો સર્વાધિક સ્કોર 264 નોંધાયો છે જ્યારે બોલર તરીકે તેઓએ 39.62 ની એવરેજ સાથે 54 વિકેટ ઝડપી છે 37 રન આપી ચાર વિકેટ ઝડપી બેસ્ટ પ્રદર્શન છે જ્યારે ફર્સ્ટ ક્લાસમાં તેઓએ 73 કે જ પણ પકડ્યા છે.

જામ સાહેબ શત્રુસેલ્યજી અને અજય જાડેજા વચ્ચે લોહીનો સબંધ

ક્રિકેટર એવા જામનગરના મહારાજા રણજીતસિંહજી (પ્રિન્સ રણજી ) અપરિણીત હતા.તેમણે પોતાના સગા ભાઈ જુવાનસિંહજીના પુત્ર દિગ્વિજયસિંહજીને દત્તક લીધા હતા. જુવાનસિંહજીને ચાર પુત્રો કુમાર પ્રતાપસિંહજી,જામ દિગ્વિજયસિંહજી,કુમાર હિંમતસિંહજી અને કુમાર દિલીપસિંહજી, આ જામ સાહેબ દિગ્વિજયસિંહ અને , અજ્યસિંહનાં દાદા પ્રતાપસિંહજી બંને સગાભાઈઓ થાય, અને પ્રતાપસિંહના પુત્ર એવા જામનગર જિલ્લાના ત્રણ વખતના સાંસદ દોલતસિંહના પુત્ર અજય જાડેજા છે. આમ જામ સાહેબ શત્રુસેલ્યજી અને અજય જાડેજા વચ્ચે પિતરાઈ કાકા ભત્રીજાના લોહીના સબંધો છે.

હાલ દિલ્લી ખાતે રહેતા અજય જાડેજાને પોતાના વતન જામનગર સાથેનો પ્રેમ દરેક મુલાકત વખતે અચૂક જોવા મળે છે. રાજવી પરિવારના દરેક સારા નરસા પ્રગંગમાં અજય જાડેજાની હાજરી અચૂક જોવા મળતી રહી છે. વર્ષ ૨૦૧૮માં પોલેન્ડ દેશના ૧૦૦માં સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન તેઓ રાજવી પરિવારના સભ્ય તરીકે જામનગર હાજર રહ્યા, પોતાના પિતાના અવસાન અને માતાના અસ્થી વિસર્જન વખતે પણ તેઓ જામનગર આવ્યા હતા. દોઢ વર્ષ પૂર્વે ક્રિકેટર સલીમ દુરાનીના અવસાન બાદ જનાજામાં સામેલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here