ધ્રોલમાં ધડાધડ ફાયરિંગ કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપીઓ અંતે પકડાયા, આવી હતી ચકચારી ઘટના

0
2981

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સાડા છ માસ પૂર્વે ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ત્રણ થી ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. જે તે સમયે મોરબી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા ત્યારબાદ હત્યાની સોપારી લેનાર બે પરપ્રાંતિય શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા જો કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર લાબો સમય ફરાર રહ્યા બાદ આજે આરઆરસેલ પોલીસે બંનેને ચોટીલા પાસેથી પકડી પાડ્યા હતા.

ધ્રોલ તાલુકા મથકે ગત તા.૬-૩-૨૦૨૦ના રોજ ત્રિકોણ બાગ પાસે પોતાની કાર તરફ જઇ રહેલા દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી નાશી ગયા હતા. જો કે જે તે દિવસે જ મોરબી પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા હતા. ત્યારબાદ જામનગર એલસીબી પોલીસે અન્ય રાજ્યના બે શાર્પશૂટરોને પણ પકડી પાડ્યા હતા.

પડધરી ટોલનાકામાં વાહનો પસાર થવા બાબતે મૃતક અને આરોપી મુસ્તાક વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે જ બે ભાડૂતી માણસો રોકી મુસ્તાક અને આજ દિવસ સુધી ફરાર રહેલા અનિરુદ્ધસિંહ સોઢાએ હત્યા નીપજાવવાનો સમગ્ર પ્લોટ રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે હત્યાનું કારણ સ્પષ્ટ થઈ ગયા બાદ આજ દિવસ સુધી મુસ્તાક પઠાણ અને અનિરુદ્ધસિંહ પોલીસના હાથે લાગ્યા ન હતા. દરમિયાન રેન્જ પોલીસને મળેલ ચોક્કસ હકીકતના આધારે આજે લાંબા સમયથી ફરાર રહેલ આ પ્રકરણના આરોપીઓ ઓમદેવસિંહ ગણપતસિંહ જદેઅજ અને નરેદ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા નામના બંને શખ્સોને ચોટીલાથી જસદણ વચ્ચે આંતરી લીધા હતા. જે તે સમયે આરોપી અનિરુદ્ધસિંહે બંને ભાડૂતીમારાઓની વયવસ્થા કરી હતી જ્યારે આરોપી મુસ્તાકે અન્ય આરોપી સાથે મળીને વરદાતને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું હતું. પોલીસ દ્વારા બંને આરોપીઓનો કબ્જો સંભાળવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અગાઉ અનિરુધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ તેમજ ફાયરીંગ કરનાર અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામદાસ ઠાકુર અને અજીત વિરપાલસિંહ ઠાકુર નામના સખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસે આજે પકડાયેલ બન્ને સખ્સોના કબ્જામાંથી ત્રણ પિસ્તોલ કબજે કરી છે. આરોપી ઓમદેવસિંહ અને મૃતક વચ્ચે જમીનના પ્લોટ બાબતે રૂપિયા ૫૦ લાખની લેતીદેતી બાબતે મનદુઃખ ચાલતું હતું તથા આરોપી અનિરુધ્ધસિંહ અને મૃતકને તોલનાકેથી વાહનો પસાર થવા દેવા બાબતે મનદુખ ચાલતું હતું. જેને લઈને તમામે મળી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.

NO COMMENTS