એસીબી ટ્રેપ: સરપંચ પતિ અને બોર ઓપરેટર ૧૫ લાખની લાંચ લેતા પકડાયા

0
864

જામનગર અપડેટ્સ: ભ્રષ્ટાચાર સામે એસીબીની સતત કાર્યવાહી છતાં અમુક સરકારી બાબુ અને સરકાર સાથે સંકળાયેલ પ્રતિનિધિઓ કાળી કમાણી કરવામાં જરાય ઓછા ઉતરતા નથી એમ સાબિત થઇ રહ્યું છે. ગઈ કાલે એસીબીએ બનાસકાઠા જીલ્લામાં ટ્રેપ ગોઠવી સરપંચ પતિ અને બોર ઓપરેટરને અધધ કહી શકાય એવી ૧૫ લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા. ગ્રામ પંચાયતમાં પ્લોટની હરાજીના વિવાદ બાદ પંચાયતે દખલગીરી નહિ કરવા સબંધે સરપંચ પતિએ ૫૦ લાખની લાંચની માંગણી કરી હોવાનુ સામે આવ્યું છે.

બનાસકાઠા જીલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના વિસ્તારમાં જીઆઈડીસી દ્વારા વર્ષ ૨૦૧૯માં ૨૭ પ્લોટની હરાજી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા ગેર કાયદે થઇ હોવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ ડીડીઓએ હરાજી રદ કરી હતી. જેને લઈને પ્લોટ ધારકોએ વિકાસ કમિશ્નર સમક્ષ રીવીજન અરજી કરી હતી અને વિકાસ કમિશનરે પ્લોટ ધારકો તરફે ચુકાદો આપ્યો હતો. જેની સામે છાપી ગ્રામ પંચાયતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી થાય તે પૂર્વે પંચાયતે પ્લોટ પર કરવામાં આવેલ બાંધકામ દુર કરી પંચાયતની માલિકીનું બોર્ડ લગાવી દીધું હતું.

ત્યારબાદ પ્લોટ ધરાવતા ફરિયાદીએ સ્થાનિક પંચાયતનો સંપર્ક કર્યો હતો. જેમાં મહિલા સરપંચના પતિ અને પંચાયતના સભ્ય એવા મુકેશ કામરાજભાઈ ચોધરીએ પ્લોટસ અંગે ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. મોટી રકજક બાદ ૩૫ લાખની લાંચ આપી પ્લોટમાં દાખલગીરી નહી કરવા સરપંચ પતી બંધાયા હતા. જો કે ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને અમદાવાદ એસીબીના પીઆઈ દ્વારા ગઈ કાલે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ફરિયાદીની છાપી ગામે આવેલ સુકુન વિલા સાઈટ પર સરપંચના પતીએ બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોરને લાંચ લેવા મોકલ્યો હતો. સાઈટ પર પહોચેલ પ્રવીણએ આરોપી મુકેસ સાથે ફોન પર ટેલીફોનીક વાતચીત કરી રૂપિયા ૧૫ લાખ સ્વીકારી લીધા હતા. જેને લઇ એસીબીની ટીમે પ્રવીણ અને મુકેશની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here