ACB,CID અને SOGના પોલીસકર્મીઓએ કર્યું આવું કામ, SPએ કર્યા લાઈન આઉટ, આવી છે કહાની

0
879

જામનગર : કાયદાના રક્ષક જ જયારે ચોરની ભૂમિકામાં આવી જાય અને એ ચોરી ઉઘાડી પડી જાય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીએ જે નિર્ણય લેવો જોઈએ એવો જ નિણર્ય અમરેલીના એસપીએ લીધો છે. પોલીસ હેડ ક્વાટરમાં એક સાથે એક ડઝન પોલીસકર્મીઓએ વીજ કંપનીના કનેક્શન સાથે ચેડા કરી વીજ ચોરી આચરી હોવાનું સામે આવતા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી પાંચ મહિલા પોલીસકર્મી સહિતના સ્ટાફને તાત્કાલિક હેડ ક્વાટરમાંથી લાઈન આઉટ કરી દીધા છે.

જ્યારથી અમરેલી જીલ્લા પોલીસવડા તરીકે નિર્લિપ્ત રાય નિમાયા છે ત્યારથી કોઈ ને કોઈ સરાહનીય કામગીરીને લઈને તેઓ સતત પ્રસાર માધ્યમોમાં છવાયેલા રહ્યા છે. બીટ કોઈન પ્રકરણ હોય કે સોનું ડાંગરની દાદાગીરી હોય એ પછી પોલીસના જ ડીપાર્ટમેન્ટના જ અધિકારીનું તોડ પ્રકરણ હોય, એસપી નિર્લિપ્ત રાય હમેશા કડક કાર્યવાહી કરતા ક્યારેય ખંચકાયા નથી.

ગઈ કાલે વધુ એક કડક પગલું ભર્યું છે આ એસપીએ, વાત એમ છે કે તાજેતરમાં વીજ કંપનીની કાર્યવાહીમાં અમરેલી હેડ ક્વાટરમાં રહેતા ૧૨ પોલીસ કર્મચારીઓના ક્વાટરમાં વીજ મીટર સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું. બ્લોક નંબર ૭ થી ૯ માં રહેતા એસીબીના પોલીસ કર્મી શિવરાજભાઈ વાળા, સીઆઈડીના શિવાભાઈ જાજળીયા, એસઓજીમાં ફરજ બજાવતા પારસબેન ધડુક, અમરેલી સીટીમાં ફરજ બજાવતા રતનબેન જાદવ, પારુલબેન ગોરધનભાઈ, ચંદનગીરી ગોસ્વામી, જ્યોત્સનાબેન ધમાલ, હેડ કવાટરમાં ફરજ બજાવતા નારણભાઈ જાગસર, રવિરાજભાઈ ખુમાણ, અમરેલી તાલુકામાં ફરજ બજાવતા શ્રધ્ધાબેન ગરેયા, અરવિંદ ચોહાણ, અને માઉન્ટેન શાખાના હિતેશદાન ભેવલીયા નામના બાર પોલીસકર્મીઓને એસપીએ તાત્કાલિક હેડક્વાટર ખાલી કરવા આદેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here