ગર્ભપાત : ૨૦ હજારમાં દીકરીને ઉગતા પૂર્વે જ ડામી દેવાતી, રાજકોટમાં રેકેટનો થયો પર્દાફાસ

0
1284

જામનગર : રાજકોટ પોલીસે રાજકોટમાંથી એક નેચરોથેરાપી સેન્ટરની આડમાં ચાલતા ગેર કાયદેસરના ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના રેકેટનો પર્દાફાસ કર્યો છે. પોલીસે ત્રણ સંચાલકોને આધુનિક સાધનો સાથે પકડી પાડ્યા છે.

રાજકોટમાં મવડી મેઈન રોડ પર બાપાસીતારામ ચોક આગળ આવેલા હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટર નામના ક્લિનિકના સંચાલકો ગેર કાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની વ્યવસ્થા કરી આપતા હોવાની હકીકતના પગલે રાજકોટ એસઓજી અને મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ આજે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો જેમાં સેન્ટર સંચાલક અમીત રાજપુત, દિનેશ રાજપુત અને અવેશ પીંજારા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા આબાદ પકડાઈ ગયા હતા. આ સખ્સો જાતિ પરીક્ષણ બાદ જો દીકરી હોય તો ગર્ભપાતની પણ વ્યવસ્થા કરાવી આપતા હતા.  પ્રાથમિક પોલીસ પૂછપરછમાં આ સખ્સો જાતિ પરીક્ષણના ૧૨ હજાર અને ગર્ભપાતના ૨૦ હજાર લેતા હોવાનું સામે આવ્યું છે.


પોલીસે EDAN કંપનીનું સોનોગ્રાફી મશીન, તેમાં ઉપયોગમાં લેવાતી જેલની 2 બોટલ, ત્રણ મોબાઈલ સહિતનો સામાન કબજે કરી ત્રણેય સખ્સો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પી.સી. એન્ડ પી.ટી. એક્ટ 3, 4, 6, 18 તથા નિયમ 3, 4, 6 તથા આઈપીસી કલમ 315, 511 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS