દારૂ પીવાની ટેવ ધરાવતા યુવાનની સગાઈ ન થતા કર્યું આવું કામ

0
819

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંજપર ગામના એક યુવાને ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. દારૂ પીવાની ટેવ ધરાવતા આ યુવાનની સગપણ ન થતા ગુમસૂમ રહેતો હતો. જેને લઈને આપઘાત કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લામાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેની વિગત મુજબ લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા વજસીભાઈ ઉકાભાઇ બેલા નામના 35 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે.


આ બનાવવાનું કે મૃતકના ભાઈ ખીમાભાઈએ જાણ કરતાં લાલપુર પોલીસે મૃતકનો સંભાળ્યો હતો. મૃતક દારૂ પિવાની ટેવ ધરાવતો હતો અને તેની સગાઈ થતી ન હોવાથી તે સતત ગુમસુમ રહેતો હતો. આ બાબતને લઈને યુવાને આપઘાત કરી લીધો હોવાનું તેને ભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. આ બનાવના પગલે ગામમાં શોખ ફેલાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here