ચકચાર: ખંભાળિયા નજીક પોલીસકર્મીએ ફાયરિંગ કરી કર્યો આપઘાત

0
1259

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ દફતરમાં ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું જ્યારેઆજ પોલીસ દફતરમાં ફરજ બજાવતા એક હેડ કોસ્ટેબલઆપઘાત કરી લીધો, મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના અને હાલ કલ્યાણપુર પોલીસ દફતરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પ્રવીણ વાઘેલા નામના યુવાન પોલીસ કર્મચારીએ આજે બપોર બાદ ખંભાળિયા નજીક દ્વારકા હાઇવે પર આવેલ ખોડિયાર મંદિર પાસે પહોંચી સરકારી રિવોલ્વર માંથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સ્થળ પંચનામું કરી આ બનાવનું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ માસ પૂર્વે ખંભાળિયામાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ત્યાર બાદના ટૂંકાગાળામાં વધુ એક પોલીસ કર્મીની આત્મહત્યાથી પોલીસબેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે મૃતક પોલીસ કર્મી ના લગ્ન બાદ તેઓને ચાર પુત્રીઓના પિતા બન્યા છે ચાર પુત્રીઓના પિતા એવા પોલીસ કર્મચારીના આ પગલાંથી તેઓના પરિવાર સહિત જિલ્લાભરમાં ગહેરા શોકની કાલિમા છવાઇ ગઇ છે. જોકે આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જે પિસ્તોલમાંથી ગોળી છોડવામાં આવી છે તેનું કારણ સ્પષ્ટ થયું નથી તેમજ આપઘાત પાછળનું કારણ પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસકર્મીના આપઘાતથી પાછળના કારણ જાણવા માટે ખંભાળીયા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ મૃતક હેડ કોન્સ્ટેબલના પત્ની નું તાજેતરમાં કોરોનાનાએ કારણે મૃત્યુ નીપજ્યું છે. ચાર બાળકીઓએ જનેતાનું મમતા ગુમાવ્યા બાદ પિતાએ પણ અનંતની વાટ પકડતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

NO COMMENTS