સૌરાષ્ટ્રના સાગરકિનારે આ તારીખે ફૂકાઈ શકે છે વાવાજોડું, જાણો કેવી છે આગાહી

0
1336

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લા સહીત સૌરાષ્ટ્રના દરિયાકિનારા જીલ્લાઓમા નવી આફત દસ્તક દઈ રહી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આગામી તા. ૧૭ થી ૧૯ વચ્ચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાજોડું ત્રાટકવાની સંભાવના છે. શુક્રવારે અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉભું થશે તે બીજા દિવસે મજબુત બની ડીપ્રેશનમાં તબદીલ થઇ ઉપરોક્ત તારીખોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાજોડું બની ત્રાટકી શકે છે. આ પલટાયેલ હવામાન વચ્ચે દરિયાકિનારાના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.

છેલ્લા એક પખવાડિયાથી જામનગર સહીત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. જામનગર જીલ્લાના કાલાવડ, જામજોધપુર અને લાલપુર-જામનગર પંથકમાં ગત સપ્તાહે પડેલા વરસાદે રવિ પાકને નુકસાની પહોચાડી છે. હજુ પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં આ માહોલ યથાવત છે ત્યાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના મોસમ વિભાગે આગાહી કરી ચિંતામાં વધારો કર્યો છે. યુનિવર્સીટીના ગ્રામીણ મોસમ વિભાગ દ્વારા કરાયેલ સંભાવના મુજબ કેરળ આસપાસના અરબી સમુદ્રમાં આગામી તા.૧૪ મેના રોજ લો પ્રેશર ઉદભવશે જે બીજા દિવસે ડીપ્રેસનમાં તબદીલ થઇ જશે, આ ડીપ્રેસનના પરિણામે સૌરાષ્ટ્રના સાગરકિનારા પરથી તા. ૧૭ થી ૧૯ દરમિયાન વાવાજોડું ફૂકવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે વધુ એક વખત સૌરાષ્ટ્રના સાગરકિનારાનાં જીલ્લાઓમાં થોડી ચિંતા ઉભી થઇ છે. વાવાજોડાની સાથે સાથે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here