દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે કડિયાવાડમાં રહેતા એક વેપારી સાથે બોલાચાલી કરી બે શખ્સોએ છરી વડે હુમલો કરી રૂપિયા 35,000 ની લૂંટ ચલાવ્યું હોવાની વારદાત સામે આવી છે. અમે ખંભાળિયાના ડોન છીએ ભાષામાંથી છૂટીને આવ્યો છું એમ એક સક્સે કહી ધમકાવી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
ખંભાળિયામાં કડિયાવડ વિસ્તારમાં રહેતા વેપારી જાફર ઉર્ફે કનુભાઈ કાસમભાઇ બારીયા ગત તારીખ 20 મીના રોજ જામનગર ધોરીમાર્ગ પર આવેલ હોટલની બાજુમાં નિઝામભાઈના તબક્કલ રેસ્ટોરન્ટ પર હતા. આ વેપારીએ આરીફમિયા બુખારીને આપેલા હાથ ઉછીતા રૂપિયા બાબતે તેની સાથે વાતચીત કરતા હતા. ત્યારે ખંભાળિયામાં રહેતા અકબર ઉર્ફે હકો બલોચ અને મકસુંદ ઉર્ફે મખી સુમાર નામના બે શખ્સો મોટરસાયકલ સાથે ઘસી આવ્યા હતા. બાઈક ઉભું રાખીને અકબરે વેપારીને નજર સમક્ષ રાખી આરીફમિયાને કહ્યું હતું કે તમોને કોઈ દબાવે છે કે તમારી પાસે કોઈ બળજબરીથી રૂપિયા માગતા હોય તો મને વાત કરજો, જેને લઈને વેપારીએ કહ્યું કે ભાઈ તમને મારાથી કંઈ તકલીફ છે ? તેમ કહેતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને વાણી વિલાસ આચરવા લાગ્યા હતા.’અમો ખંભાળિયાના ડોન છીએ’ એમ કહી અકબરે કહ્યું હતું કે હું થોડા સમય પહેલા જ પાસામાંથી છૂટીને આવેલ છું. તારાથી કંઈ થાય નહીં તેમ કહી પાછળથી પકડી વેપારી જાફરભાઈના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા ૩૫ હજારની લૂંટ ચલાવી હતી. આરોપીઓને રોકવા જતા તેઓએ છરી વડે હુમલો કરી કુલાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
બળજબરી પૂર્વક ₹35,000 ની રકમ લુટી બંને શખ્સો મોટરસાયકલ લઈ નાસી ગયા હતા. ત્યારબાદ સારવાર લીધા બાદ વધુ સારવાર માટે વેપારીને જામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓએ બંને આરોપીઓ સામે લૂંટ અને હુમલા સબબ ફરિયાદ નોંધાવી છે.