સાવધાન: જામનગરમાં આવી નોકરીના નામે કોઈ રૂપિયા માંગતા નથી ને?

0
426

જામનગર આસપાસ કાર્યરત સિક્યોરીટીમાં ભરતીના નામે નાણા ઉઘરાવતા ત્રણ સખ્સો સામે મેઘપર પોલીસે ફરીયાદ નોંધી છે. બે ખાનગી સિક્યોરીટી કંપનીમાં નોકરી અપાવી દેવાના બહાને ત્રણેય સખ્સોએ એકથી  વધુ બેરોજગારો પાસેથી નાણા પડાવી લીધા હોવાની વિગતો સામે આવી છે.

બેરોજગાર યુવાનોએ આ  કિસ્સા પરથી ચેતી જવાની જરૂર છે. જામનગર સહીત દેશભરમાં નોકરીના નામે બેરોજગારોને સીસામાં ઉતરતા અનેક સખ્સો સક્રિય છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો  છે. લાલપુર પંથકના કાનાલુસથી, અહી ખાનગી કંપનીને સિક્યોરીટી જવાનો સપ્લાય કરતી બે એન્સીઓ બીલીવ સોલ્યુસન સર્વીસીસ તથા સોલારીસ કંપનીના નામે બેરોજગારો સાથે આર્થિક છેતરપીંડી થઇ છે.

જેમાં આ બંને કંપની માં સિક્યુરીટી ગાર્ડ તરીકે ભરતી થવા માટે ઉમેદવાર પાસેથી કોઈ રકમ લેવાતી ના હોય તેમ છતા પણ સુરેશકુમાર અમીલાલ રહે.ઢાકી તા.તિજારા જી.અલવર રાજસ્થાન, વિજયશંકર નરેશકુમાર રહે.માચા તા.ભોગલીપુર જી.કાનપુર અને પ્રમોદકુમાર તિવારી રે.ફતેહગઢ જી,જાફરાબાદ યુ.પી વાળા ત્રણ સખ્સોએ કંપનીની જાણ બહાર એક થી વધુ યુવાનો પાસેથી અલગ-અલગ રકમ ઉઘરાવી, કંપની સાથે તેમજ યુવાનો સાથે અપ્રામાણીકતાથી આર્થિક કૌભાંડ કર્યું હતું. જેની જાણ થતા કંપનીના અજયભાઇ રામેહર મલીકએ મેઘપર પોલીસ દફતરમાં ત્રણેય સખ્સો સામે આઈપીસી કલમ ૪૦૬,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ત્રણ માસ પૂર્વે નાણા ઉઘરાવી લીધા હોવાનું જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here