જામનગર : જામનગર જીલ્લામાં સોમવારે ચાર કેસ નોંધાયા બાદ રાત્રે કોરોના બોમ્બ ફૂટ્યો હતો. મોડી રાત્રે વધુ આઠ કેસ નોંધાયા છે જેમાં પાંચ જામનગર શહેરના અને અન્ય બે ધ્રોલ તેમજ કાલાવડમાં એક એક કેસ સામે આવ્યા છે. જેને લઈને અત્યાર સુધીનો જીલ્લાનો કુલ આંકડો ૨૧૧ પર પહોચ્યો છે.
જામનગર શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખુબ તેજ ગતિએ આગળ વધતા શહેર માટે ખુબજ ચિંતાજનક બાબત છે, લોકલ સંક્રમણનો આ ક્રમ હવે ગ્રામ્ય સ્તરે પણ પહોચી જતા ચિંતામાં વધારો થયો છે. ગઈ કાલે રાત્રે મોડી રાત્રે વધુ આઠ દર્દીઓ કોરોના પોજીટીવ જાહેર થયા છે. જેમાં જામનગરમાં વધુ પાંચ કેસનો ઉમેરો થયો છે.શહેરના પવનચક્કી વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષ યુવાન, રણજીતનગર વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષના વૃદ્ધ, ગુલાબનગર વિસ્તારમાં રહેતા 53 વર્ષના પ્રૌઢ, ખંભાલીયા નાકા પાસે સોનીની વાડી પાછળ રહેતા એક પુરુષ અને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. જયારે કાલાવડમાં ૫૬ વર્ષીય પ્રૌઢ અને ધ્રોલમાં મેમણ ચોકમાં રહેતા ૪૦ વર્ષીય યુવાન પોજીટીવ જાહેર થયા છે. આ કેસ ઉમેરતા જીલ્લાનો કુલ ટોટલ ૨૧૧ પર પહોચ્યો છે. જેમાં છ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.