દ્વારકા: દારૂની હેરાફેરી કરવામાં ઘોડાનો નવતર પ્રયોગ પણ…

0
733

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા રોડ પર એલસીબીએ દરોડો પાડી એક બોલેરો પીકઅપને આંતરી લઇ ૫૦૦ ઉપરાંત બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે ઓખા મંડળના ચાર સહીત બનાસકાઠાના એક સખ્સને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂની હેરાફેરી કરવા માટે આરોપીઓએ ઘોડાનો ઉપયોગ કર્યો હતો પણ પોલીસની નજરથી બચી શક્ય ન હતા.

દ્વારકા જીલ્લા એલસીબીની ટીમ દ્વારકા નજીક ચરકલા રોડ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ હકીકત મળી હતી કે દ્વારકા તરફ આવતી એક બોલેરો કેમ્પરમાં ઘોડાનું પરિવહન કરવામાં આવી રહ્યું છે દ્વારકા તરફ આવતા આ વાહનમાં ઘોડાની નીચે ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેને લઈને એલીસીબીની ટીમે ગુરગઢ ગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સંકાસ્પદ હાલતમાં પસાર થતી બોલેરો કેમ્પરને પોલીસે આંતરી લીધી હતી. આ બોલોરેની આગળ પાછળ પાયલોટીંગમાં રહેલ બે કારને પણ પોલીસે રોકાવી લઇ બોલેરોની તલાસી લીધી હતી.

જેમાં ઠાઠાના ભાગે ચોર ખાનું બનાવી દારૂ સંગ્રહવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચોરખાનું ઉંચકાવતા અંદરથી ૫૦૦ ઉપરાંત દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ત્રણેય વાહનમાં મળી આવેલ ડુંગરમા ગગુભા માણેક રહે. રાંગાસંરગામની સીમ તા.દ્વારકા, અરજણભાઈ નારણભાઈ ભાન રહે.આરંભડા ગામ મહાવીર સોસાયટી તા.દ્વારકા, ધનરાજભાઈ મહેશદાન ગઢવી રહે.રતનપર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, અશોકસિંહ જટુભા ઝાલા રહે. દૂધરેજ ફાટક બહાર રામકુટીર મંદિર પાછળ સુરેન્દ્રનગર શહેર, મોડસિંહ ભવરજી સોલંકી રહે.ગુંદરીગામ તા.દાંતીવાડા જી.બનાસકાંઠા, મહેન્દ્રસિંહ પ્રભુજી ચૌહાણ રહે.રવિયાગામ તા.ધાનેરા જી.બનાસકાંઠા સુજાનસિંહ પ્રતાપસિંહ સોલંકી રહે.ગુંદરી ગામ તા.દાંતીવાડા જી.બનાસકાંઠા વાળાઓની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો સુજાનસિંહ પ્રતાપસિંહ સોલંકી રહે.ગુંદરી ગામ તા.દાંતીવાડા જી.બનાસકાંઠા વાળાએ ઓખા મંડળ તરફ રવાના કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીએ આ આરોપીને ફરાર જાહેર કરી પકડાયેલ સખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓના કબ્જામાંથી રૂપિયા ૨,૨૦,૪૦૦ની કીમતનો ૫૫૧ બોટલ દારૂ, રૂપિયા તેર લાખની કીમતના બોલેરો કેપ્પર, એક કાર અને એક બલેનો કાર, સાત મોબાઈલ ફોન અને ૧૯ હજારની રોકડ સહીત રૂપિયા રૂ.૧૫,૬૫,૭૫૦નો મુદામાલ કબજે કર્યો હતો.

આ કામગીરી કરનાર ટીમ એલ.સી.બી PI જે.એમ.ચાવડા PSI એસ.વી.ગળચર, ASI અજીતભાઇ બારોટ, દેવસીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા, વિપુલભાઇ ડાંગર, જયદેવસિંહ જાડેજા કેશુભાઇ ભાટીયા,સજુભા જાડેજા હેડ કોન્સ. મસરીભાઇ ભારવાડીયા, અરજનભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહિલ, બોઘાભાઇ કેશરીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા જીતુભાઇ હુણ તથા પો.કોન્સ. ગોવિંદભાઇ કરમુર તથા ડ્રાઇવર હેડ કોન્સ. હસમુખભાઇ કટારા તથા પો.કોન્સ વિશ્વદિપસિંહ જાડેજા તથા પો.કોન્સ. અરજનભાઇ આંબલીયા,ભરતભાઇ સોઢા, કેતનભાઇ બડલ,મેહુલભાઇ રાઠોડ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here