જામનગર જીલ્લો : મંગળવાર સવાર સુધીની સમાચાર સફર

0
635

મંગળવારના તાઝા સમાચાર

મોર્નિંગ બ્રેકીંગ : મોડી રાત્રે કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા, જેમાં બે ધ્રોલ, એક કાલાવડનો અને અન્ય જામનગર શહેરના દર્દીઓનો સમાવેશ

(૧) આવતીકાલથી અનલોક-૨ લાગુ થશે, રાત્રીના દસ વાગ્યા સુધી બજાર ખુલી રાખી શકાશે, જામનગર વહીવટી તંત્રએ રાત્રે બહાર પાડી માર્ગદર્શિકા
(૨) સોમવારે કોરોનાના ચાર કેસ નોંધાતા તંત્રએ વધુ વિસ્તારોને કન્ટેઇનમેંન્ટ ઝોન જાહેર કર્યા
(૩) જીલ્લામાં પાંચ જુગાર દરોડામાં તીનપતી, વર્લીનો જુગાર રમતા તેર સખ્સો પકડાયા
(૪) બેડી વિસ્તારમાં પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવાન પર પ્રેમિકાના પતિ સહિતના બે સખ્સોએ હુમલો કરી માર માર્યો
(૫) જામજોધપુર નજીક વોકળામાં તણાઈ ગયેલ બે બાળકો હજુ લાપતા, ભાઈના ઘરે આવેલ બેન અને તેના સંતાનોને ભાઈ સતાપર ગામે મુકવા જતો હતો ત્યારે ઘટના ઘટી
(૬) જામજોધપુરના શેઠવડાળા ગામે વીજ કંપનીનો ઠેકેદાર દારૂ સાથે પકડાયો
(૭) જામનગરમાં ભોયવાડામાં પાણીની કુંડીમાં ડૂબી જતા માસુમ બાળકનું મોત
(૮) જામનગરમાં સમય મર્યાદા કરતા વધુ સમય દુકાન ખુલી રાખનાર દુકાનદારો સામે જાહેરનામાં સબબ કાર્યવાહી

સોમવારના સમાચારની ઝલક
(૧) જામનગરમાં આજે વધુ ચાર કોરોનાગ્રસ્ત દર્દીઓ, જેમાં જીજી હોસ્પિટલના એક ડોક્ટર અને જીલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના એક નાયબ ચીટનીશ અને મહાનગરપાલિકાના વોટરવર્કસના ડ્રાઈવરનો સમાવેશ
(૨) વિધાનસભાની સાત બેઠકની પેટા ચૂંટણીમાં જામનગરના બંને મંત્રીઓ આરસી ફળદુ અને હકુભાને બે જુદી-જુદી બેઠકો જીતાડવાની જવાબદારી સોપાઈ
(૩) જામજોધપુર નજીક કોઝ-વે પરથી પુરમાં તણાયેલ બહેનના પરિવારને બચાવવા પડેલ ભાઈ સહિત ચારના મોત, એક બાળકનો આબાદ બચાવ, પરિવારમાં શોકનું મોજું
(૪) જામનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો કોગ્રેસ દ્વારા કારને રસ્સાથી ખેચી વિરોધ, બંગડીઓ ફેકી ઉગ્ર બનેલ મહિલાઓ તેમજ સુત્રોચ્ચાર કરતા ૩૦ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરતી પોલીસ
(૫) જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સતીશ પટેલે રાજ્ય સરકારમાં કરી બદલીની માંગણી
(૬) સામાન્ય સભામાં કોરોનાની ચર્ચા નહી કરવામાં આવતા મેયરની ચેમ્બર સામે જ ધારણા પર બેસી પૂર્વ વિપક્ષી નેતાએ રાજીનામાંની માંગણી કરી
(૭) મંગળવાર સાંજે છ વાગ્યાની સ્થિતિએ જામનગર ગ્રામ્યમાં હાલ ૧૮ વિસ્તારો અને જામનગર શહેરમાં ૮૮ વિસ્તારો છે કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે સક્રિય, અત્યાર સુધી શહેર-ગ્રામ્યમાં છ દર્દીઓના કોરોનાથી થયા છે મોત, કુલ દર્દીઓનો આંકડો પહોચ્યો ૨૦૩ ઉપર, જેમાં જામનગર શહેરના ૧૫૪, ગ્રામ્યના ૪૪ અને પાંચ દર્દીઓ દ્વારકા જીલ્લાના, અત્યાર સુધી ૧૦૩ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here