જામનગર: જામનગર જીલ્લામાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડા પવનને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. કડકડતી ઠંડીમાં સાંજથી વહેલી સવાર સુધી જાહેર માર્ગો સુમસામ બની જાય છે. સતત બીજી રાત્રે તાપમાનનો પારો સિંગલ ડીજીટને વળગી રહેતા સમગ્ર જિલ્લામાં હિમપાત જેવો માહોલ સર્જાયો છે. અનેક સ્થળો લોકોએ તાપણાનો સહારો લીધો હતો. જેમ જેમ સૂર્યનારાયણ તપતા ગયા તેમ તેમ થોડી ગરમાહટ ફેલાતા દિવસ દરમિયાન જનજીવન ધબકતું થયું છે.
1જામનગરમાં છેલ્લા ચાર દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. છેલ્લા ચાર દિવસમાં તાપમાંનનો પારો પાંચ ડીગ્રી સરકી જતા હાલ શીયાળાની કાતિલતાનો અનુભવ થઇ રહ્યો છે. ગઈ કાલે તાપમાનનો પારો 11 ડીગ્રીએ સ્થિર થયા બાદ આજે 2 ડીગ્રી ઊંચકી તાપમાન 9. 1ડીગ્રી રહ્યું છે. ન્યુનતમ તાપમાન સતત સીગલ ડીઝીટમાં રહેતા કડકડતી ઠંડી પડી રહી છે. સાંજ પડતા જ રસ્તાઓ, બજાર-ગલીઓ સુમસામ બની જતી ભાસી હતી. જનજીવન ઉપરાંત પશું પ્રાણીઓ પર પણ ઠંડીની વિપરીત અસર જન્મી છે. અનેક સ્થળોએ લોકોએ તાપણાનો સહારો લીધો હતો. ખાસ કરીને ધોરી માર્ગ પરની હોટેલો બહાર આવો માહોલ જોવા મળ્યો હતો. હજુ પણ બે ત્રણ દિવસ ઠંડીનો પ્રભાવ રહેશે એમ હવામાન વિદોએ જણાવ્યું છે.