જામનગર: સુરેન્દ્રનગરના કેદીએ સિપાહી અને સુબેદારને લાઠીથી ફટકાર્યા

0
979

જામનગર જીલ્લા જેલમાં બંધ સુરેન્દ્રનગરના એક આરોપીને બેરેકમાં બંધ કરતા ઉસ્કેરાઈ જઈ સિપાહી અને સુબેદારને માર મારી ફરજમાં રુકાવટ કરી હોવાની સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ બંને જેલ કર્મીઓને લાઠી વડે માર માર્યો હોવાનું સામે આવ્યું  છે. આ બનાવમાં કેદીને પણ ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે.

અનધિકૃત ચીજ વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ હોય કે કેદીઓ વચ્ચે મારામારી હોય કે પછી કેદીઓઓને જેલના સ્ટાફ પર હુમલો  હોય, જામનગર જીલ્લા જેલ હમેશ વિવાદમાં જ રહી છે. આવી જ એક ધટના ગઈ કાલે જેલમાં ઘટી હતી. જેની વિગત મુજબ જીલ્લા જેલમાં રહેલ પ્રવિણ ઉર્ફે પવલો ઉર્ફે લાલો બળદેવભાઇ સેનાજીયા વાળાને ગઈ કાલે બપોરે પરત બેરેકમાં બંધ કરવાની કાર્યવાહી દરમિયાન તેમને બેરેકમાં જવાની ના પાડી હતી. જેમાં આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરજ પર રહેલ જેલ સિપાહી ભરતભાઇ વસરામભાઇ રાનાણી સામે આરોપી પ્રવીણે ગાળાગાળી કરી હતી અને બેરેકમાં જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આરોપીએ ત્યાં જ પડેલ  લાઠી ઉઠાવી સિપાઈ અને સુબેદાર સોલંકી પર હુમલો કરી માર માર્યો હતો. જેને લઈને જેલમાં દોડધામ મચી ગઈ હતી. આરોપીએ જેલ કર્મીઓ પર કરેલ હુમલામાં બંનેને ઈજાઓ પહોચતા જેલની જ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જયારે સામે પક્ષે આરોપી પ્રવીણને પણ ઈજાઓ પહોચતા તેમને પણ સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે સિપાહી ભરતભાઈએ આરોપી સામે સીટી એ ડીવીજનમાં આઈપીસી કલમ ૩૩૨,૫૦૪,૫૦૬(૨),તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સીટી એ ડીવીજનના પીએસઆઈ આઈ આઈ નોયડા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખની છે કે મૂળ સુરેન્દ્રનગરનો આરોપી પ્રવીણ કાવતરું અને લુંટના ગુનામાં સંડોવાયો છે આ ઉપરાંત તેની સામે ફરજમાં રુકાવટ અને નિર્લજ હુમલા સહિતનો પણ અગાઉ ગુનો નોંધાયો છે. જેને લઈને આરોપીને છ માસ પૂર્વે સુરેન્દ્રનગરથી જામનગર જેલ ખસેડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here