જામનગર: રફીક લુખ્ખો ચાર કિલો ગાંજા સાથે પકડાયો

0
834

જામનગરમાં ત્રણ બતી પાસે આવેલ જુલેલાલ ચોકમાંથી ગઈ કાલે બપોરે એસઓજી પોલીસે દરોડો પાડી એક રીક્ષા ચાલકને ચાર કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા વધુ બે સખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. એનડીપીએસ ધારાઓ મુજબ કાર્યવાહી કરી પોલીસે મુંબઈના સખ્સ સહિતના બન્ને સખ્સો સુધી પહોચવા આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં દોઢ માસ પૂર્વે બે કિલો હેરોઈન પકડાયા બાદ વધુ એક વખત સ્થાનિક એસઓજી પોલીસે કેફી દ્રવ્યના નેટવર્કને પકડી પાડ્યું છે. જેની વિગત મુજબ, શહેરના નવા રેલ્વે સ્ટેશન પાછળ આવેલ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો ઇકબાલ ઉર્ફે લુખ્ખો મુસાભાઈ ચાવડા નામનો સખ્સ ગાંજાનું નેટવર્ક ચલાવતો હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. એસઓજી પોલીસે ગઈ કાલ બપોરે બે વાગ્યે આરોપીના સગળ મેળવ્યા હતા. જેમાં આરોપી ત્રણબતી પાસે આવેલ જુલેલાલ ચોકની બાજુમા, અંબર ચોકડી તરફ જતા રોડની ડાબી સાઇડે પુનીત હોટલ પાસે ઉભો હોવાનું સામે આવ્યુ હતું. આ સખ્સ ગાંજાના જથ્થા સાથે ઉભો હોવાની હકીકતને લઈને એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આ સખ્સને આંતરી લીધો હતો. આ સખ્સની જડતી લેતા તેના કબજામાંથી રૂપિયા ૪૦ હજારની કીમતનો ચાર કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સની ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી પોલીસ દફતર લઇ જઈ પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ રીક્ષા ચાલક તો વચેટિયાની ભૂમિકા ભજવતો હોવાનું સામે આવ્યું હતું. જયારે માલ મંગાવનાર તરીકે હાજી ઉર્ફે જોજો ઉંમર ફકીરની સંડોવણી ખુલવા પામી હતી. આ જથ્થો મહારાષ્ટ્રના નાશિકમાં રહેતા મહેન્દ્રસિંહ નામના સખ્સ પાસેથી વેચાણ અર્થે લાવી અહી છૂટક છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસે પકડાયેલ રીક્ષા ચાલક સહિતના ત્રણેય સખ્સો સામે સીટી બી ડીવીજન પોલીસમાં એનડીપીએસ ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.બી.સપીયા સહિતના સ્ટાફે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here