જામનગર: ફલ્લા ગામના શિક્ષકે પત્નીને માર માર્યો

0
1621

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે એક પરિણીતાએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોતાના પતિના માર મારવાના કારણે તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું ફરીયાદમાં જાહેર કર્યું છે. ઘરે એકલી રહેલ તેણીને તેના શીક્ષક એવા પતિ અને તેના મિત્રએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું છે.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલકા મથકે બનેલ ઘટનાની વિગત મુજબ, ધ્રોલમાં ભવ્યગ્રીન સોસાયટીમાં રહેતી રીટાબેન સદાતીયાએ તેને પતી મહેશ બાબુભાઈ સદાતીયા અને તેના મિત્ર ભરતભાઈ દલસાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને મિત્રોએ સાથે મળી ગત તા. ૨૪/૧૨/૨૦૨૧ ના સાંજના ૦૭/૩૦ વાગ્યાની આસપાસ ભુંડી ગાળો બોલી, ઢીકાપાટુનો મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. તું તારા પિતાને ઘરે જતી રહે મારે તને જોતી નથી એમ કહી ઉસ્કેરાઈ ગયેલ પતિએ હાથાપાઈ કરી માર માર્યો હતો. સાથે સાથે તેના મિત્ર ભરતભાઈએ પણ તેનીને માર માર્યો હતો. આ બનાવથી તેણીને લાગી આવતા પરિવારને જાણ કરી ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ગઈ કાલે તેણીએ ફલ્લા ગામે શિક્ષક તરીકે નોકરી કરતા પતિ અને તેની સાથે જ નોકરી કરતા અન્ય આરોપી ભરતભાઈ સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here