દુનિયા આખી ગાંધી વિચારોનું અનુસરણ કરી રહી છે ત્યારે જામનગરમાં ગાંધી વિરોધી પ્રવૃતિઓ સામે આવી છે.હિંદુ ધર્મ રક્ષાની નેમ સાથે જામનગરમાં રચાયેલ હિંદુ સંગઠન દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથુ રામ ગોડસેની હિંસાત્મક વિચારધારાનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે.પ્રથમ ગોડસેની પ્રતીમાનું અનાવરણ કરી ચર્ચામાં આવેલ આ સંગઠન દ્વારા હવે ઘરે ઘરે ગોડસે ગાથા શરુ કરવામાં આવી છે.આ મુદ્દો આગામી દિવસોમાં વધુ વિવાદ સર્જે એવી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં જન્મેલ મોહનચંદ કરમચંદ ગાંધીની સાદગી, અહિંસા અને સત્યવાદી વિચાર ધારાને દુનિયા સલામ કરી રહી છે. દુનિયા જે વિચારધારાને અનુસરી રહી છે તે જ વિચારધારાનો ગુજરાતમાં વિરોધ સામે આવ્યો છે. એટલે કે ગાંધીના હત્યારા નાથુ રામ ગોડસેના કરતુતને મહાન ગણાવી, આધુનિક પેઢીને ગોડસેના હિંસાત્મક મુલ્યો પ્રસ્થાપિત કરવાની પ્રવૃત્તિ શરુ થઇ છે. જામનગરમાં હિંદુ સંસ્કૃતિના જતનની નેમ સાથે રચાયેલ હિંદુ સેના સંગઠન દ્વારા ગોડસેને મહાન બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંગઠન દ્વારા નાથુ રામ ગોડસેની પ્રતિમા બેસાડવા આવી, જો કે કોંગ્રેસ દ્વારા આ પ્રતિમાને બીજા જ દિવસે તોડી પાડવામાં આવી, અહીથી ગોડસે વિવાદ દેશ વ્યાપી બન્યો,
પોલીસે સમખાવા પુરતી મધ્યસ્થી કરી બંને પક્ષે ગુના દાખલ કરી તંગ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરાયો ગાંધી મુલ્યો-વિચારોની સામે ગોડસેને મહાન બતાવવા હિંદુ સેનાએ હવે ઘરે ઘરે જઈ ગોડસે ગાથા કરવાની નવી યોજના બનાવી છે. જેની શરુઆત પોતાના જ સંગઠનના સભ્યોના ઘરે-ઘરેથી કરી છે. અને એવી પણ જાહેરાત કરી છે કે જે કોઈને ગાથા કરાવવી હોય તો સંગઠનનો સંપર્ક કરી શકે છે. ગોડસે સાથે અન્યાય થયો હોવાનો સુર સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિને આગળ રાખી સગઠને આ તજવીજને યોગ્ય ગણાવી છે. સામેં પક્ષે કોગ્રેસે ગોડસે વિચારધારાનો સખ્ત વિરોધ કરી, આ સંગઠનને ભારતીય જનતા પાર્ટીનો જ ભાગ ગણી, ગોડસેના નામે રાજનીતિ કરવામાં આવી રહી હોવાનો મત વ્યક્ત કર્યો છે. સાથે સાથે આવી પ્રવૃતીઓએ ક્યારેય ચલાવી નહી લેવાય તેવો પણ મત વ્યક્ત કર્યો હતો.