જામનગર : ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરનાર શખ્સની ધરપકડ

0
2253

જામનગર : જામનગરમાં ચાઈલ્ડ પોરનોગ્રાફી કરવા બદલ ગોકુલનગર વિસ્તારના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

જામનગરમાં બે મહિના પૂર્વે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સબંધે સીબીઆઈની ટીમ એક સખ્સને ઉઠાવી ગઈ હતી. જો કે જે તે સમયે આ પ્રકરણ અંગે વધારે વિગતો સામે આવી ન હતી. પરંતુ સ્થાનિક પોલીસે આ દિશામાં ગુપ્ત રાહે તપાસ શરુ કરી હતી. જેમાં અમુક સખ્સો ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલ હોવાના ઈનપુટ મળતા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શનથી જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સોશ્યલ મીડીયાને લગત ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સુચના આપી હતી. જે અનુસંધાને પોલીસ અધિક્ષક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષ રાજકોટ વિભાગ, રાજકોટનાઓની કચેરી તરફથી બાળકોને લગત એડલ્ટ ગુન્હાઓ અટકાવવા માટે તેમજ જરૂરી તપાસ કાર્યવાહી સારૂ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપ્સ અત્રે ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. જે બાબતે પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધેએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સની કામગીરી કરવા ટીમને યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુસંધાને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ શકમંદ વ્યકિત ધર્મેશભાઇ અશોકભાઇ પરમાર રહે- ગોકુલનગર જામનગર વાળાના ઘરે રૂબરૂ જઇ તપાસ કરવામાં આવી હતી. આ શકમંદ પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ ચેક કરતા તેમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ને લગત એડલ્ટ વિડીયો મળી આવ્યા હતા. જેને લઈને પોલીસે શકમંદનો મોબાઇલ કબજે લઇ તેની ધરપકડ કરી હતી. આ ગંભીર બાબતને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઇ.ટી.એકટ કલમ ૬૭ બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને  આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી કે.એલ.ગાધેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર.રાવલ તથા સ્ટાફના ભગીરથસિંહ જાડેજા, બિપીનકુમાર પરસોતમભાઇ દેશાણી, રાહુલભાઇ ઇશ્વરભાઇ મકવાણા, વિકીભાઇ હિરેનભાઇ ઝાલા સહિતનાઓએ કરી હતી.

પોલીસે આપી આવી ચેતવણી

સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વિડીયો મોબાઇલમાં રાખવા કે સોશ્યલ મીડીયા (ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ કે અન્ય કોઇ એપ્લીકેશનના માધ્યમથી અન્ય કોઇ વ્યકિતને મોકલવા કે શેર કરવા તે ગુન્હાને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here