જામનગર : જામનગર શહેર જીલ્લામાં કોરોના સંક્રમણનો દોર હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોચ્યો છે છેલ્લા બે દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ ત્રણ દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. આજે રાત્રે લાલપુરમાં વધુ એક પોજીટીવ કેસ નોંધાયો છે જે સ્થાનિક માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે.
જામનગર જીલ્લાના વધુ એક રાજકીય અગ્રણી કોરોના પોજીટીવ જાહેર થયા છે. જામનગર જીલ્લાના જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા કોરોનાગ્રસ્ત બન્યા બાદ ગઈ કાલે વધુ એક અગ્રણી કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીખાભાઈ ભેસદડીયાને તાવ આવતા જામનગરમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી હતી, પરંતુ ખાનગી તબીબે કોરોનાં ટેસ્ટ કરાવવાની સલાહ આવતા તેઓએ ગઈ કાલે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં ગત રાત્રે તેનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. જેને લઈને ભીખાભાઈને તાત્કાલિક કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની વાત કરીએ તો હાલ ૧૦૩ દર્દીઓ દાખલ છે અને શહેરના ૧૪૩ દર્દીઓ તેમજ જીલ્લાભરનો કુલ આકડો ૧૮૪ પર પહોચ્યો છે.