જામનગર : જામનગર સહિત દેશભરમાં વિદેશમાં ધંધામાં બમણી પ્રોફિટની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર જામનગરના બે સ્થાનિક સખ્સો અને એક નાઈજીરીયન સખ્સ સહિત ત્રણની ધરપકડ કરી છે. પોલીસે મુંબઈથી નાઈજીરિયન સખ્સને ઉઠાવી જામનગર લઇ આવી પૂછપરછ શરુ કરી છે. પોલીસે જયારે જામનગર મીડિયા સમક્ષ આરોપી નાઈજીરીયન સખ્સને લઇ આવી ત્યારે તે એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને બેફામ અંગ્રેજીમાં બોલવા લાગ્યો હતો અને પોલીસ અને મીડિયા પર આક્ષેપ કર્યા હતા. પોલીસે ખોટી રીતે સંડોવાઈ દીધો છે જયારે મીડિયાનું ફિલ્માંકન પણ ગેર કાયદે હોવાનું કહી લાલચોળ થઇ ગયો હતો.
જામનગરના બે સખ્સો સામે તાજેતરમાં નોકરી આપવાના બહાને નોંધાયેલ ફરિયાદને લઈને સીટી સી ડીવીજન પોલીસે જામનગરના જ જતીન પાલા અને મોહિત પરમારને આંતરી લઇ પૂછપરછ કરી હતી જેમાં વિદેશની ગેંગ દ્વારા દેશભરમાં રીસીવર સખ્સો રોકીને સુવ્યવસ્થિત રીતે આર્થિક કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જામનગરના બંને સખ્સો પાસેથી છેલ્લા બે મહિનામાં જુદી જુદી વ્યક્તિઓના નામના ૩૦ એટીએમ કાર્ડ, જુદી જુદી બેંકની ૨૯ ચેકબુક અને બે રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. આ ખાતાઓની હિસ્ટ્રી કાઢતા છેલ્લા બે મહિનામાં ૬ કરોડ પંચાણું લાખનો વહીવટ થયો હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ ખાતાઓમાં હાલ પણ ૨૪ લાખ ઉપરાંતની રકમ હોવાનું સામે આવ્યું હતું. સાતેક કરોડની રકમ આ બંને સખ્સોએ મુંબઈ રહેતા નાઈજીરીયનને આંગડીયા કરી આપ્યાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસની એક ટુકડી મુંબઈ પહોચી હતી અને મૂળ નાઈજીરીયાના રાફેલ એડેડીઓ નામના સખ્સને પકડી પાડી જામનગર લઇ આવી છે. આજે પોલીસે આ સખ્સની ધરપકડક કરી છે.
પોલીસે જયારે આ સખ્સને મીડિયા સમક્ષ રાખ્યો ત્યારે તે એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને તે મીડિયા અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરવા લાગ્યો હતો. ધીસ ઇસ તોતલી રોંગ એમ ચિલાઈને મીડિયાનું ફિલ્માંકન ખોટી રીતે થઇ રહ્યું છે અને પોલીસે પોતાને ખોટી રીતે ઉઠાવી લીધો છે એવા આક્ષેપ કર્યા હતા. જ્યાં સુધી કેમેરા ચાલુ રહ્યા ત્યાં સુધી નાઈજીરીયન ડાડાએ પોલીસ સ્ટેશન માથે લીધુ હતું.